________________
કલ્પસૂત્ર
குழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழு
ચડીને દક્ષિણ દિશા તરફ જનાર તરત મરણ પામે છે. સ્વપ્નમાં ઉકાળો પીનારને ઝાડાનો રોગ
થાય છે. સ્વપ્નમાં દેવતા, સાધુ, બ્રાહ્મણ, રાજા, પિતૃ, વૃષભ એમાંથી કોઇ પણ આવીને આપણને
કાંઇ પણ કહે તે વાત અવશ્ય સત્ય થાય છે.
હે દેવાનુપ્રિય રાજન્ ! આવાં અનેક સ્વપ્નોના ફળો સ્વપ્ન શાસ્ત્રમાં કહેલ છે. આગળ કહેલાં ત્રીશ ઉત્તમ સ્વપ્નોમાંથી તીર્થંકરની માતા જેવાં ચૌદ મહાસ્વપ્નો જુએ તેવાં ચૌદ મહાસ્વપ્નો ત્રિશલા મહારાણીએ જોયેલાં છે, તેમાં પ્રથમ સ્વપ્નમાં હાથી દીઠો છે, તે ચાર દંતશૂળવાળો દીઠો છે, તેથી રાણીને મહાપરાક્રમી તથા દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણા કરનાર પુત્ર રત્ન થાશે. બીજે સ્વપ્ને વૃષભ જોયો છે, તેથી ધર્મધોરી પુત્ર થાશે, તે જેમ ખેડૂતો ક્ષેત્રમાં બળદથી ધાન્યનું બીજ વાવે છે તેમ આ ભરત ક્ષેત્રમાં ભવીજીવોનાં હૃદયરૂપી ક્ષેત્રમાં બોધિબીજને વાવશે. ત્રીજે સ્વપ્ને સિંહ જોયો છે તેથી કામદેવ આદિ દુષ્ટ હાથીઓને ભગાડી ૐ મૂકશે. ચોથે સ્વપ્ન લક્ષ્મીદેવીને જોયેલ છે, તેથી વરસીદાન આપી દીક્ષા લઇ કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીને પામીને તીર્થંકર બની આઠ પ્રાતિહાર્યાદિ મહાલક્ષ્મીને ભોગવશે. પાંચમે સ્વપ્ન પુષ્પોની બે માળાઓ જોઇ છે તેથી સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ એ બે પ્રકારનો ધર્મ કહેશે, અને ત્રણ ભુવનમાં પુજાશે, છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રમા જોયો છે તેથી મનોહર દર્શનવાળો, શાન્ત પ્રકૃતિવાળો ન થાશે અને ત્રણ ભુવનના જીવોને હર્ષ પમાડનાર થાશે. સાતમા સ્વપ્નમાં સૂર્ય દીઠો છે, તેથી જીવોના મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરનાર અને ભામંડલથી વિભૂષિત થાશે. આઠમા સ્વપ્નમાં ધ્વજ જોયો છે તેથી કુળમાં ધ્વજ સમાન શ્રેષ્ઠ થાશે, તથા એની આગળ ધર્મધ્વજ ચાલશે. નવમા સ્વપ્નમાં પૂર્ણકલશને જોયો છે તેથી સમગ્ર ગુણવાળો થશે અને ધર્મરૂપ મહેલને સ્થિર કરશે. દશમા સ્વપ્નમાં પદ્મ સરોવર જોયું છે, તેથી જગતના તાપને નાશ કરનાર થશે. તથા દેવોએ રચેલ સુવર્ણના કમલ ઉપર પગ મૂકીને ચાલનાર થાશે. અગિયારમા સ્વપ્નમાં સમુદ્ર દીઠો તેથી
ગંભીર થાશે. અને કેવળજ્ઞાન પામીને ચૌદ રાજ્લોકમાં રહેલા પદાર્થોના ભાવોને જાણશે. બારમા
Jain Education International
For Personal & Private Use Only
குழுழுழுழு
વ્યાખ્યાન
૪
૧૨૯
www.jainalarary.cfg