________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
441 414
A44444444444444
ઉપર ચઢનાર, ત્યાં ભોજન કરનાર અથવા સાગરને તરનાર રાજ્ય પામે છે, અથવા ધનાઢય થાય છે. સ્વપ્નમાં પત્ર, પુષ્પ, ફળેલ વૃક્ષ, કન્યા, છત્ર અને ધ્વજાને જોનારા માણસને ઇચ્છિત કાર્યની સિધ્ધિ થાય છે. પદ્મ સરોવર ઉપર અથવા પદ્મિની પત્ર ઉપર બેસીને વૃત ભક્ષણ કરનાર રાજા થાય છે. ચકલી, કુકડી તથા ક્રૌંચપક્ષીઓથી ભંડાર ભરેલ દેખે તો ઉત્તમ રૂપવાળી પત્ની પામે. પોતાને બન્ને બાજુએથી બંધાએલ દેખે તો પુત્રની પ્રાપ્તિ થાય, બ્રાહ્મણ હોય તે સ્વપ્નમાં રૂધિર, મધ, કે તાજું દૂધ પીતો દેખે તો વિદ્યા પામે, ક્ષત્રિય એવું સ્વપ્ન દેખે તો ધન પામે, સ્વપ્નમાં પોતાને કૃષ્ણ સર્પે ડંયો-દેખે તો દશ દિવસમાં મરણ પામે. સ્વપ્નમાં સર્પ, વીંછી, જળો, વગેરે દેખાય તો વિજય થાય. રોગી માણસ સ્વપ્નમાં સૂર્ય મંડળ અથવા ચંદ્ર મંડળ દેખે તો રોગ મુક્ત થાય, અને નિર્ધન માણસ એ સ્વપ્ન દેખે તો ધનવાળો થાય. સ્વપ્નમાં દેવપૂજા જોનારો વિજ્ય પામે, સ્વપ્નમાં નદી ઊતરનાર તરત ઘરે પહોંચે છે, સ્વપ્નમાં કેશમાં સવા દેખે કે દાંત પડ્યા દેખે તેના ધનનો નાશ થાય છે, અથવા તેને રોગ થાય છે. સ્વપ્નમાં શીંગડાવાળા, દાઢવાળા તથા વાનર, વરાહ વગેરેને દેખે તો રાજભય થાય, સ્વપ્નમાં ચાંચડ, મચ્છર, માંકડ વગેરેથી પોતાને વીંટળાયેલો દેખે તો દશ દિવસમાં ધનનો નાશ થાય. સ્વપ્નમાં પોતાને તેલ ચોળનારો વ્યાધિ મુક્ત થાય છે. સ્વપ્નમાં આસન, શયા, વાહન, ઘર, વગેરેને બળતાં દેખે તો સુખકારી જાણવાં, સ્વપ્નમાં કુમકુમ યુક્ત શરીરવાળો બની નૃત્ય કરતો કે ગીતગાન કરતો દેખે તો લક્ષ્મીની વૃદ્ધિ થાય, સ્વપ્નમાં ગધેડા, ઊંટ, પાડા વડે જોડેલા રથ દેખે તો મરણ પામે. સ્વપ્નમાં સિંહ, ઘોડા કે બળદથી જોડેલા રથ પર પોતાને બેઠેલો દેખે તો રાજા થાય, સ્વપ્નમાં ઘોડા, વાહન, વસ્ત્ર, ઘર, લઈ જતા જોવાય તો રાજભય થાય, શોક થાય, અને ધનની હાનિ થાય, સ્વપ્નમાં શ્વેત હાથી ઉપર બેઠેલો દેખે તો સર્વ દેશનો રાજા થાય, સ્વપ્નમાં ધ્રો, અક્ષત, ચંદન દેખે તો માંગલિક થાય. સ્વપ્નમાં રાજાનો હાથી, ઘોડો, બળદ, સારા વર્ણવાળી ગાય દેખાય તો કુળ વૃદ્ધિ થાય, સ્વપ્નમાં
જોડા અને છત્ર મળ્યાં દેખે અથવા તલવાર દેખે તો પ્રયાણ કરવું પડે, સ્વપ્નમાં વહાણમાં બેસી F) જનારનું વહાણ ભાંગે, પોતે તરીને બહાર નિકળે તો પરદેશ જવાનું થાય, સ્વપ્નમાં ભેંસ ઉપર
415 416 417 414 415 416 417 4
. ૧૨૮
in Education intentional
For Personal & Private Lise Only
www.analog