________________
કલ્પસૂત્ર
પાણીથી ભરેલ નદી, તથા મિત્રનું મરણ દેખે તે નિમિત્ત વિના પણ ઓચિંતું ઘણું ધન મેળવે છે. સ્વપ્નમાં ઘણું તપેલ, છાણવાળું ડહોળાઇ ગયેલ અને ઔષધવાળું પાણી પીએ તે અતિસારઝાડાના રોગથી મરણ પામે છે, સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા અથવા દર્શન કરે, પ્રક્ષાલ કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય, ફળ, પુષ્પાદિ મૂકે અને પૂજા કરે તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે. સ્વપ્નામાં પોતાના હૃદયરૂપ સરોવરમાં કમળો ઊગેલાં દેખે તે કોઢ રોગથી મરણ પામે છે, જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે તેનો યશ વૃદ્ધિ પામે છે. દૂધપાક અથવા ખીરનું ઘી સાથે ભોજન કરે તો સારું ફળ મેળવે, સ્વપ્નમાં હસનારા થોડા સમયમાં રડવાનું મેળવે છે. સ્વપ્નમાં નાચનારા વધ બંધનને મેળવે છે, સ્વપ્નમાં ભણનારા કલેશ પામે છે. ગાય, બળદ, ઘોડો, રાજા, હાથી અને દેવ સિવાયની કોઇ પણ કાળી વસ્તુને સ્વપ્નમાં જોનાર અશુભ ફળ મેળવે છે, કપાસ અને લવણ સિવાયની શ્વેત વસ્તુઓ સ્વપ્નમાં દેખાય તો તેથી શુભ ફળ મળે છે. શુભ કે અશુભ સ્વપ્ન, પોતાના સબંધી દેખાય તો તેનું શુભ કે અશુભ ફળ પોતાને મળે છે, અને શુભ કે અશુભ બીજાનું થઇ રહેલ છે એવું જુએ તો તેનું શુભ કે અશુભ ફળ બીજાને મળે છે. અશુભ સ્વપ્ન આવે ત્યારે દેવગુરૂની પૂજા કરવી, શક્તિ પ્રમાણે તપ કરવું. કારણ કે નિરંતર ધર્મકરણી કરનારને દુષ્ટ સ્વપ્ન પણ અશુભ ફળ આપતાં નથી. સ્વપ્નમાં પોતાના મસ્તક ઉપર દૂધનો, ઘીનો અથવા મધનો ઘડો પદ્મ ઉપાડે તો તે વ્યક્તિ તે જ ભવે મોક્ષે જાય છે. સ્વપ્નમાં રત્નોના, સોનાના, રૂપાના કે સીસાના
મોટા ઢગલા ઉપર પોતાને ચઢતો કે ચઢેલો દેખે તો તે અવશ્ય સમ્યક્ત્વ પામી મોક્ષે જાય છે. સ્વપ્નમાં શરીરે વિષ્ટાનો લેપ કરવાનું, રડવાનું, મૃત્યુ પામવાનું, દેખે તો શ્રેષ્ઠ ફળ જાણવું. સ્વપ્નમાં રાજાના હાથીને, ઘોડાને, પ્રાસાદને, ગાય અથવા વૃષભને જોનારાના કુટુંબની વૃધ્ધિ થાય ભૂત છે. દહીં, તાંબૂલ, શંખ, ચામર, ચંદન, બકુલ, કુમુદ, કમલ અને દીવાને સ્વપ્નમાં જોનાર ધન પામે છે, સ્વપ્નમાં ક્ષીરવૃક્ષ ઉપર ચડનારો અથવા પુષ્પોથી ખોળો ભરનારો શીઘ્ર ધન પામે છે, સ્વપ્નમાં પોતાના આંતરડાથી નગરને અથવા ઘરને વીંટનાર રાજ્ય પામે છે, સ્વપ્નમાં મહેલ
Jain Education International
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૪
૧૨૭
www.jainslitary.c113