________________
કલ્પસૂત્ર (
સ્વપ્ન જોઇને સૂવું નહિ, સૂઇ જવાથી તેનું ફળ મળતું નથી. તેથી ઉત્તમ સ્વપ્ન જોઇને દેવગુરૂનાં ગુણગાન કરતા રહી, ધર્મ જાગરણ કરવું. ખરાબ સ્વપ્ન આવે તો સૂઇ રહેવું. પહેલાં ખરાબ સ્વપ્ન આવે અને પછી સારું સ્વપ્ન આવે તો સારા સ્વપ્નનું ફળ મળે છે, અને સારૂં સ્વપ્ન આવ્યા મૈં પછી ખરાબ સ્વપ્ન આવે તો સારા સ્વપ્નનું ફળ નાશ પામે છે, અને ખરાબ સ્વપ્નનું ફળ મળે છે. તેથી સારૂં સ્વપ્ન જોઇને સૂવું નહિ. હવે અહીં કેટલાંક સ્વપ્નોના ફળ કહેવાય છે, સ્વપ્નમાં સિંહ, ઘોડો, હાથી, બળદ, અથવા ગાયથી જોડેલા રથ ઉપર બેઠેલો પોતાને જુએ તો રાજાએ
થાય.
குழுழுழுழு
FREE
Jain Education International
છે.
હાથી, વાહન, આસન, ઘર કે વસ્ર, વગેરે અપહરણ થતું સ્વપ્નમાં જુએ તો રાજાને તેના પર શંકા થાય. બંધુઓમાં વિરોધ થાય, અને ધનની નુકસાની થાય. સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રના સંપૂર્ણ બિંબને ગળી જાય તો તે આખી પૃથ્વીનો રાજા થાય. સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સોનું, રૂપું, તેમજ બીજી ધાતુઓનું હરણ થતું દેખે તો તેના ધનનો નાશ, અપમાન તથા ભયંકર રીતે મરણ થાય છે. સ્વપ્નમાં હાથી ઉપર બેસી નદીનાં કાંઠે ભાતનું ભોજન કરે તો નીચ જાતિનો હોય તો પણ ધર્મ-ધનવાળો થઇ આખી પૃથ્વીને ભોગવનારો થાય. સ્વપ્નમાં પોતાની પત્નીનું અપહરણ દેખનારનું ધન નાશ પામે છે. પત્નીનો પરાભવ થતો દેખે તો પોતે દુઃખી થાય પોતાના ગોત્રની મહિલાઓનું હરણ અથવા પરાભવ થતો દેખે તો બંધુઓનો વધ કે બંધન થાય છે. સ્વપ્નમાં પોતાની જમણી ભુજામાં ધોળા સર્પને દંશ દેતો દેખે તો પાંચ જ અહોરાતમાં એક હજાર સોનામહોરને મેળવે. સ્વપ્નમાં પોતાની શય્યા અથવા પગરખાં ગુમાવે તેની પત્ની મરણ પામે અને તે પોતે શરીરમાં પણ સખત પીડા ભોગવે છે. સ્વપ્નામાં માણસનાં મસ્તકનું ભક્ષણ કરે તો રાજ્ય મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે એક હજાર સોનામહોરો મેળવે, અને ભુજાનું માંસ-ભક્ષણ કરે તો પાંચસો સોનામહોરો મેળવે. સ્વપ્નમાં બારણાની ભૂંગળનો, પલંગનો, હિંચકાનો, પગરખાંનો તથા ઘરનો ભંગ થતો જુએ તો તેની પત્ની મરણ પામે, સ્વપ્નમાં સમુદ્ર
For Personal & Private Use Only
குகுகுகுகுகு
વ્યાખ્યાન
૪
૧૨૬
www.jainslitary.cfg