________________
કલ્પસૂત્ર
મળે છે, તથા સૂર્યોદય સમયે આવેલ સ્વપ્નનું ફળ પ્રાયે તેજ દિવસે મળે છે. ઉપરાઉપરી આવેલાં,
વ્યાખ્યાન દિવસે આવેલાં, માનસિક વ્યાધિ અને શારીરિક વ્યાધિથી આવેલ તથા મળમૂત્રના રોકાણથી આવેલાં સ્વપ્નો નિષ્ફળ જાણવાં. જે મનુષ્ય ધર્મરક્ત હોય, જેની રસરુધિરાદિ-ધાતુઓ સમ હોય, જે સ્થિર ચિત્તવાળો હોય, જે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખનાર હોય, તથા જે દયાળુ હોય, તેનું સ્વપ્ન કિ પ્રાયે ઇચ્છિત ફળને આપનારું થાય છે. ખરાબ સ્વપ્ન આવે તો તે કોઇને પણ કહેવું નહીં. સારું
સ્વપ્ન આવે તો તે ગુરૂ મહારાજ આદિ યોગ્ય વ્યક્તિને કહેવું, જો કોઈ યોગ્ય વ્યક્તિ ન મળે છે તો પ્રભુપ્રતિમાને અથવા ગાયના કાનમાં પણ કહેવું, કહ્યા વિના ફળ મળે નહિ. સારું સ્વપ્ન જેવા ગ્ર 5) તેવા મુર્ખ પાસે કહેવું નહિ. જો જેવા તેવા પાસે કહીએ તો દુ:ખ પ્રાપ્ત થાય છે, એ પર અહીં 5 5) એક સ્ત્રીનું દ્રષ્ટાત્ત આ પ્રમાણે છે.
એક વણિકની સ્ત્રીને સમુદ્રને પી જવાનું સ્વપ્ન આવ્યું. પછી જાગીને તે સવારના ગહ્લી માટે E) અક્ષત અને ફળ લઈને ગુરૂ પાસે જવા નીકળી. માર્ગમાં મળેલ સખીએ તેને પૂછ્યું કે બહેન, ને
અક્ષત, ફળ લઇ ક્યાં જાઓ છો ? ત્યારે તે કાંઈ બોલી નહિ. એથી સખીએ વધારે આગ્રહ કરી પૂછવાથી તેણે કહ્યું કે મને આજે હું આખા સમુદ્રનું પાન કરી ગઈ એવું સ્વપ્ન આવ્યું છે. તેથી તેનું ફળ પૂછવા ગુરૂ મહારાજ પાસે જાઉં છું. ત્યારે સખીએ કહ્યું કે અરે ! એટલો મોટો સમુદ્ર પી જતાં તારું પેટ કેમ ફાટયું નહિ? એવી મશ્કરી કરી સખી ચાલતી થઈ ગઈ. પછી તેણે ગુરૂ પાસે આવીને ગહ્લી કરી સ્વપ્ન કહી ફળ પૂછ્યું. ગુરૂએ તેનો ઇંગિત આકાર જોઇને કહ્યું કે તમે આ સ્વપ્ન પહેલાં કોઇને કહેલ છે? ત્યારે તે બોલી કે મારી સખીને એ સ્વપ્ન કહેલ છે. ગુરૂએ કહ્યું કે જો તમે એ સ્વપ્ન પહેલાં કોઇને પણ કહ્યા વિના અહીં પૂછત તો મહાભાગ્યશાળી પુત્ર રત્નની તમને પ્રાપ્તિ થાત. પરન્તુ હવે તો તમને આજથી સાતમે દિવસે કષ્ટ થશે. તેથી
ધર્મધ્યાન, દાન, પુણ્ય વગેરે કરી આરાધના કરો. પછી તે વણિક સ્ત્રી ઘરે જઈ ધર્મધ્યાન, દાન, ) પુણ્ય કરી સાતમે દિવસે મરણ પામી, આ સાંભળી સારું સ્વપ્ન જેવા તેવા પાસે કહેવું નહિ, ઉત્તમ )
filii LLLLLLLLLLLLLSX
૧૨૫
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang