________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
ને
પરણે તો હું તને સ્વપ્નફળ કહું. પછી ભૂલદેવે તે કબૂલ કરવાથી જ્યોતિષીએ કહ્યું કે, આજથી સાતમે દિવસે તું રાજ્ય પામીશ. આ સાંભળી ભૂલદેવ તેની પુત્રીને પરણીને રહ્યો. એક દિવસ તે ગામના તળાવની પાળે સૂતો હતો, ત્યારે તે નગરનો અપુત્રીઓ રાજા મરી જવાથી પ્રધાન
આદિએ પંચ દિવ્ય ફરતાં મૂક્યાં. તે બહાર ફરતાં ફરતાં જ્યાં મૂલદેવ સૂતો હતો ત્યાં આવ્યા. કે પછી ઘોડાએ હણહણાટ કર્યો, હાથીએ મૂલદેવ ઉપર કળશ રેડયો, છત્ર ધરવામાં આવ્યું, ચામર વીંઝાયા, “જય જય’ શબ્દ થયો, ત્યારે પ્રધાન વગેરે રાજપુરુષોએ મૂલદેવને હાથી ઉપર બેસાડ્યો અને મહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવી રાજ્ય સિંહાસને રાજ્યાભિષેક કર્યો. પછી હજાર હાથી સહિતનું રાજ્ય પામી દેવદત્તાને પણ ભૂલદેવે બોલાવી રાજ્ય કર્યું. આ ફલ લઈ જઈને સ્વપ્નફળ પૂછવા વિષે મૂલદેવનું દુષ્ટાત્ત કહ્યું.
- સિદ્ધાર્થ રાજા ફળફૂલ હાથમાં લઇને સ્વપ્ન પાઠકોને આ રીતે કહેવા લાગ્યા કે, તે સ્વપ્ન H) પાઠકો ! આજે ત્રિશલા મહારાણીએ શ્રેષ્ઠ એવી શય્યામાં અર્ધનિદ્રા અવસ્થામાં ગજ-વૃષભ વગેરે
ચૌદ મહાસ્વપ્નોને જોયાં છે, અને પછી જાગરણ કર્યું છે. તો તે સ્વપ્ન પાઠકો ! ઉદાર એવા એ ચૌદ મહાસ્વપ્નોનું શું કલ્યાણકારી ફળ અને વૃત્તિવિશેષ પ્રાપ્ત થાશે? પછી તે સ્વપ્નપાઠકો સિદ્ધાર્થ રાજા પાસેથી સ્વપ્નોની વિગત જાણીને અત્યંત ખુશ થયા, પ્રફુલ્લિત હૃદયવાળા બન્યા અને એ સ્વપ્નોને સારી રીતે હૃદયમાં ધારી રાખીને તથા એ સ્વપ્નોના અર્થ વિચારીને એકબીજાની સાથે પરસ્પર વિચાર વિનિમય કરે છે. પછી સ્વપ્નોના અર્થને જાણીને, પરસ્પર સમજીને, પરસ્પર પૂછીને, નિશ્ચય કરીને સિદ્ધાર્થ રાજાને આ પ્રમાણે કહે છે.
હે દેવાનુપ્રિય-સિધ્ધાર્થ રાજનું ! અમારા સ્વપ્ન શાસ્ત્રમાં બેંતાલીશ સ્વપ્નો મધ્યમ અને ત્રીશ સ્વપ્નો ઉત્તમ કહેલ છે. એ રીતે બોંતેર સ્વપ્નો કહેલ છે, તેમાં મધ્યમ અને બેંતાલીશ સ્વપ્ન નામ આ પ્રમાણે છે: ગંધર્વ, રાક્ષસ, ભૂત, પિશાચ, ખવીશ, મહિષ, અહિ, વાનર, કંટકવૃક્ષ, ન ખજૂર, સ્મશાન, ઊંટ, ખર, માર્કાર, શ્વાન, ભસ્મ, અસ્થિ, વમન, તમ, કુસ્ત્રી, ચર્મ, રક્ત, કલહ,
LALALALALALALA
SG54
૧૨૩
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang