________________
કલ્પસૂત્ર
GGERY
Jain Education international
માટે શ૨ી૨ ઉપ૨ તથા કપાળ ઉપર તિલક વગેરે કરી દહીં, દુર્વા, સરસવ, અક્ષત, વગેરેથી દુષ્ટ સ્વપ્નોના નાશ માટે માંગલિક આચાર કરી, રાજસભાને યોગ્ય માંગલિક એવા શ્વેત ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો શરીરે પહેરી તથા કિંમતી અલંકારોથી અલંકૃત થઇ, માંગલિક માટે શ્વેત સરસવ અને દુર્વા મસ્તક ઉપર પાઘડીમાં રાખીને પોતપોતાનાં ઘરોમાંથી નીકળે છે.
પછી નગરના મધ્ય મધ્ય ભાગમાંથી પસાર થઇ, મહેલોમાં મુકુટ સમાન એવા સિધ્ધાર્થ રાજાના શ્રેષ્ઠ મહેલના મુખ્ય દરવાજા પાસે આવીને વિચાર વિનિમય કરીને કહેવા લાગ્યા કે, આપણામાંથી કોઇ એકને નેતા બનાવવો, કારણ કે, નિણાયક ટોળું પરસ્પર લડવા માંડે, માટે ક્યાંય પણ જય પામે નહિ. તેથી આપણે પરસ્પર સ્વપ્નાંનો અર્થ વિચારીને કોઇ એકને નેતા કરી તેના મુખથી સ્વપ્નાનો અર્થ રાજા સમક્ષ કહેવો. પરંતુ દરેકે જુદો જુદો અર્થ કહેવો નહીં. જેથી આદરણીય બનશું. જે સમુદાયમાં સર્વ માણસો આગેવાન થવા માગતા હોય, સર્વ પોતાને મહાપંડિત માનતા હોય, અને સર્વ મોટાઇ મેળવવા ઇચ્છતા હોય તે સમુદાય છિન્નભિન્ન થઇ જાય છે. હાંસીપાત્ર થાય છે, અને દુ:ખી થાય છે.
આ ઉપર પાંચસો સુભટોનો વૃત્તાંત કહેવાય છે.
કોઇ વખતે આસપાસથી ભેગા થયેલા પાંચસો બહાદુર લડવૈયા સુભટો નોકરીની ઇચ્છાથી કોઇ રાજા પાસે આવ્યા. રાજાએ મંત્રીની સલાહથી તેમની પરીક્ષા કરવા બધાને એકજ પલંગ આપ્યો. પાંચસોમાંથી પલંગ ૫૨ કોણ સૂવે એ બાબત વાંધો પડયો, એક કહે હું સૌથી મોટો છું, પલંગ પર સૂવાનો મારો અધિકાર છે. બીજો કહે મારૂં કુટુંબ ખાનદાન છે મારા બાપદાદા મહાપરાક્રમી અને પ્રતિષ્ઠિત થઇ ગયા છે, તેથી પલંગ પર સૂવાનો મારો અધિકાર છે. ત્રીજો કહે આપણામાંથી મારા કરતાં બુધ્ધિ અને બળમાં કોઇ મોટો નથી તેથી આ પલંગ પર સૂવાનો મારો અધિકાર છે. આ રીતે પરસ્પર વાદ થયો. ત્યારે એક ડાહ્યા માણસે કહ્યું કે ભાઇઓ ! આપણે બધા જ પરાક્રમી અને કુળવાન છીએ, તેથી આ વાદ છોડીને પલંગને વચ્ચે રાખીને પછી
For Personal & Private Use Only
குகுகு
திகு
વ્યાખ્યાન
૩
૧૧૭
www.jainslturary.cfg