________________
કલ્પસૂત્ર ) પલંગ તરફ પગ રાખીને આપણે બધા સુઇ જઇએ. જેથી નાનો મોટો કોઇ ન કહેવાય. આ વાત બધાને ગમી ગઇ તેથી અભિમાનપૂર્વક બધા પલંગ સામે પગ રાખી સુઇ ગયા. સવારમાં આ સમાચાર રાજાને મળ્યા ત્યારે તેને થયું કે આ લોકો આવા મિથ્યાભિમાન કરનારા, નાયક વગરના હોવાથી મારું કોઈ કાર્ય સરે તેમ નથી. પછી રાજાએ તિરસ્કાર કરીને તેમને રવાના કર્યા. પછી નિપુણ એવા તે સ્વપ્ન પાઠકો એકને નેતા બનાવી જ્યાં બહારની સભામાં સિધ્ધાર્થ રાજા હતા ત્યાં આવે છે અને બન્ને હાથની અંજલી કરીને રાજાનો જય થાઓ ! વિજય થાઓ ! એમ બોલતા વધાવે છે તથા આ પ્રમાણે આશીર્વાદ આપતાં બોલે છે :
दीर्घायुर्भव वृत्तवान् भव भव श्रीमान् यशस्वी भव, प्रज्ञावान् भव भूरि सत्त्व करुणा दानैकशुण्डो भव । भोगाढ्यो भव भाग्यवान् भव महासौभाग्यशाली भव, प्रौढ श्रीर्भव कीर्तिमान् भव सदा विश्वोपजीव्यो भव ।।
અર્થ - હૈ મહારાજા તમે દીર્ઘાયુષી થાઓ, યમનિયમાદિ વ્રતોને ધારણ કરનારા થાઓ, લક્ષ્મીવાન્ થાઓ, યશસ્વી થાઓ, બુધ્ધિવાળા થાઓ, ઘણા પ્રાણીઓ ઉપર દયા કરવા માટે અદ્વિતીય પરાક્રમી થાઓ, ભોગ સમૃધ્ધિવાળા થાઓ, ભાગ્યશાળી થાઓ, મહાસૌભાગ્યથી સુશોભિત થાઓ, ઘણી લક્ષ્મીવાળા થાઓ, કીર્તિવાળા થાઓ, અને સદા સમસ્ત જગતના જીવોનું
પાલન પોષણ કરનારા થાઓ.
குழுகுழுழுழுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு
Jain Education Internatio
For Personal & Private Use Only
FERRE
વ્યાખ્યાન
૩
૧૧૮
www.jainslturary.cfg