________________
વ્યાખ્યાન
કલ્પસૂત્ર કે
તિચ્છલોકના અંત ભાગમાં અધ્ધરાજ પ્રમાણનો સ્વયંભૂરમણ સમુદ્ર અલોકને સ્પર્શીને રહેલો છે. તેમાં બેઇંદ્રિય, તેઈદ્રિય, ચૌરિન્દ્રિય ને તિર્યંચપંચેન્દ્રિય જીવો જન્મ મરણાદિ કરે છે. તિર્થાલોક છે. સમભુતલા પૃથ્વીથી ઉપર અને નીચે નવસો નવસો યોજનાનો છે. તેમાં ઉપરના નવસો યોજનમાં ઉપરના જે એકશોવીશ યોજન છે, તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારના ચર અને સ્થિર જ્યોતિષી દેવો રહે છે. ઉપરનો ઉલોક કાંઇક ઊણો સાત રાજલોક પ્રમાણ છે. તેમાં નીચેથી ઉપર ક્રમશ બાર દેવલોક, નવ ગ્રેવેયિક, પાંચ અનુત્તર વિમાનો છે. તેમાં વૈમાનિક દેવો ઉત્પન્ન થાય છે. તેના ઉપર સિદ્ધશિલા છે. તેથી ઉપર એક યોજન પર ચૌદ રાજલોકનો અંત ભાગ છે, તેમાં કર્મક્ષય કરી મોક્ષ પામેલા અનંતા સિદ્ધ પરમાત્માઓ રહે છે. કેડે હાથ રાખી પગ ઘણા પહોળા કરી ઉભા રહેલા પુરુષ જેવી ગોળાકાર આકૃતિવાળા આ ચૌદ ક રાજલોકમાં ગતિસહાયક ધર્માસ્તિકાય, સ્થિરતા સહાયક અધર્માસ્તિકાય અને અવકાશ દેનાર - આકાશાસ્તિકાય છે, તથા જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એમ છ દ્રવ્યો સદાકાળ રહે છે. આ ચૌદ રાજલોકમાં સર્વસ્થાને ચોર્યાશી લાખ જીવયોનિઓ રહેલી છે, તેમાં અનંતવાર જન્મ
મરણાદિ લેતો આ જીવ અનંત દુ:ખોને ભોગવતો અત્યંત દુ:ખી દુ:ખી થઇ ગયેલ છે. હે જીવ! છે તને એ દિવસ ક્યારે આવશે કે તું જૈન ધર્મને આરાધી, ધર્મમય જીવન વિતાવી, સર્વ કર્મોને » ખપાવી ચૌદ રાજલોકને અંતે સિદ્ધ પરમાત્મા થઇને બિરાજીશ? 5 અગિયારમી બોધિ દુર્લભ ભાવના - હે જીવ! તું અનાદિ કાળથી મિથ્યાત્વને વશ બની 5
પાંચે ઇન્દ્રિયોના વિષયોપભોગોને સુખનું સર્વસ્વ માની, એમાં જ રાચ્યો માચ્યો રહી અનંત ભવો કરી અનંત દુઃખોનો ભોક્તા બની ગયો. મેં તને પોતાને ઓળખવાનો ક્યારે પણ પ્રયત્ન કરેલ નથી, તેથી સર્વ દુઃખથી મુક્ત કરનાર દુર્લભ એવા બોધિરત્નને પામ્યો નથી. મિથ્યાત્વીઓના જ
સંસર્ગમાં રહી તેમની કુયુકિતઓથી ભ્રમિત થઈ તું બોધિરત્નને પમાડનાર એવા સદ્ગુરુઓ જી વગેરેના સંસર્ગથી દૂર રહ્યો છે. તો તને દુર્લભ એવું બોધિરત્ન કેમ પ્રાપ્ત થાય ? અને બોધિરત્ન
૧૦૭
54191995944549414
ALL4444444444444444
Jain Education
a
l
For Personal & Private Use Only
www.n
ary.org