________________
કલ્પસૂત્ર
கழுகுகு
குகுகுகுகு
Jain Education International
વિના સર્વદુઃખથી મુક્તિવાળો મોક્ષ તને કેમ પ્રાપ્ત થાય ? તેથી હે જીવ ! તું સદ્ગુરુઓનો સતત સત્સંગ કરી દુર્લભ એવા બોધિરત્નને મેળવ. જેથી તને સહેલાઇથી મોક્ષ પ્રાપ્ત થાય.
બારમી ધર્મભાવના – હે જીવ ! તું ઉપકારી એવા જિનેશ્વરદેવોએ કહેલ દેશવિરતિ અને સર્વવિરતિ સ્વરૂપ ધર્મને તથા દાન, શીલ, તપ, અને ભાવધર્મને તેમજ સમ્યક્દર્શન-જ્ઞાન ચારિત્ર તથા ક્ષમા, મૃદુતા, સરલતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, નિષ્પરિગ્રહતા અને બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારના યતિધર્મને આરાધી જીવન સફલ બનાવ્. એ ધર્મ મળવો અત્યંત દુર્લભ છે, એ ધર્મની આરાધનાના પ્રતાપે જ જીવ સર્વ સંપત્તિઓ, સર્વ લબ્ધિઓ, સર્વ સિદ્ધિઓ, સર્વ સત્તાઓ અને સર્વ પદવીઓને પામે છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા પણ બને છે. તથા સર્વ દુઃખથી મુક્ત બની શાશ્વત સુખને જીવ પ્રાપ્ત કરે છે. તેથી હે જીવ ! તું એ રીતે ધર્મઆરાધનામય જીવન બનાવી શાશ્વતકાળ સુધી સુખી થા. આ બાર ભાવનાનું સ્વરૂપ જણાવી રાણીએ આ રીતે જિનેશ્વરોએ કહેલ ચાર ભાવનાનું સ્વરૂપ પણ કહ્યું.
પહેલી મૈત્રી ભાવના - હે જીવ ! તેં આ જગતમાં બધા જીવો સાથે માતા, પિતા, ભાઇ, બહેન, પતિ, પત્ની, પુત્ર, પુત્રી વગેરેના સંબંધો અનંતીવાર કર્યા છે તેથી જગતના બધા જીવો તારા કુટુંબીઓ થઇ ગયા છે, એ સત્ય જાણીને તેમના હિત માટે અને તેમને શાશ્વત સુખ અપાવવા માટે પ્રયત્ન કર. તારા તરફથી કોઇ પણ જીવનું અહિત ન થઇ જાય, તેની ચિંતા રાખી તેમની સાથે અખંડિત મૈત્રી જાળવી રાખ.
બીજી પ્રમોદ ભાવના - હે જીવ ! તું “સવિજીવ કરું શાસનરસી'' ની ભાવના કેળવી અત્યંત કઠોર સાધના કરી કેવળજ્ઞાન મેળવી ઉપદેશથી જગતના જીવોનો ઉદ્ધાર કરનારા અરિહંત પરમાત્માઓના તથા સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતોના ગુણોની સ્તવના કરી આનંદ અનુભવ. દાન, શીલ, તપ અને ભાવ ધર્મની સદા આરાધના કરનારા, અને તીર્થોના તથા જિનાલયોના નિર્માણ અને ઉદ્ધાર કરનારા, જિન પ્રતિમાજીઓના નિર્માણ અને પ્રતિષ્ઠાઓ
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૩
૧૦૮
www.jainelibrary.org