________________
કલ્પસૂત્ર
GEE
குகுகுகுகுகுகு
Jain Education International
ઉજ્વલ વર્ણવાળો હતો, ઉપરના ભાગમાં ચીતરેલો અને જાણે આકાશતલના મંડળને ભેદવાને તૈયાર થયેલ ન હોય ! એવો મનોહર સિંહના ચિત્રથી શોભતો હતો. વળી જે ધ્વજ સુખકારી, સુકોમલ પવનથી હલાવેલ વેલડીની જેમ ફરકતો હતો, તથા જે અતિશય મોટા પ્રમાણવાળો અને માણસોને જોવા યોગ્ય રૂપવાળો હતો. એવા ધ્વજને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં જોયો.
પછી નવમા સ્વપ્નમાં ત્રિશલા રાણીએ પૂર્ણ કુંભને જોયો. તે કુંભ ઉત્તમ જાતના સોનાના સરખા અતિશય ચમકતા સ્વરૂપવાળો હતો, શુદ્ધ જલથી ભરેલ હોવાથી કલ્યાણને સૂચવતો હતો, દેદીપ્યમાન શોભાવાળો અને કમળોના સમૂહથી ચારે તરફથી શોભતો હતો, સંપૂર્ણ એવા સર્વે જાતિના મંગલોના પ્રકારોને પ્રાપ્ત કરાવનારો હતો, ઉત્તમ રત્નોથી ચારે તરફ અત્યન્ત શોભતા કમળ પર રહેલ હતો, તથા નેત્રોને આનંદ આપનાર દેદીપ્યમાન તેજવાળો હતો. તેથી સર્વ દિશાઓને તે પ્રકાશિત કરતો હતો, વખાણવા લાયક લક્ષ્મીના મંદિર સમાન હતો, સર્વ પ્રકારના અમંગલોથી રહિત હતો, મનોહર પ્રકાશ યુક્ત અને શોભાની લક્ષ્મીથી શ્રેષ્ઠ હતો, તથા જેના કંઠમાં સર્વ ઋતુઓનાં સુગંધી ફૂલોની ગુંથેલી માળા હતી એવો સુવર્ણનો પૂર્ણ કલશ સ્વપ્નમાં ત્રિશલા રાણીએ જોયો.
પછી ત્રિશલા રાણીએ દશમા સ્વપ્નમાં પદ્મસરોવર દીઠું. તે પદ્મસરોવર ઉગતા સૂર્યનાં કિરણો વડે વિકસ્વર થયેલા હજાર પાંખડીવાળા કમળો વડે અત્યંત સુગંધી હતું, રાતા પીળા રંગનાં પાણીવાળું હતું, મગરમચ્છ આદિ પાણીના જીવોના સમૂહથી ચારે બાજુ વપરાતા પાણીવાળું હતું, અત્યંત વિસ્તારવાળું હતું, સૂર્ય વિકાસી કમળો, ચંદ્ર વિકાસી કમળો, રાતાં કમળો, મોટાં કમળો, અને શ્વેત કમળોની અતિ વિસ્તૃત શોભાના સમૂહથી જાણે જાજવલ્યમાન ન થયું હોય ! એવા ચકચકિત થઇ રહેલા મનોહર રૂપ અને શોભાવાળું હતું, પ્રસન્ન હૃદયવાળા ભમરાઓના સમૂહ અને મદોન્મત્ત થયેલ ભમરીઓના સમૂહથી ચુંબન કરાતાં કમળોવાળું હતું. કલહંસ, બગલા, ચક્રવાક, રાજહંસ, સારસ વગેરે ગર્વિષ્ઠ એવાં પક્ષિઓના સમૂહનાં જોડલાંઓથી
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૩
૯૫
www.jainalarary.cfg