________________
કલ્પસૂત્ર
EX
GEE
તિલક જેવો હતો, રોહિણી સ્ત્રીના મનને પ્રસન્ન કરનાર પતિ હતો, ચન્દ્રિકાથી શોભતો હતો. એમ વાદળા વગેરેથી નહીં ઢંકાયેલ એવા પૂર્ણ ચંદ્રને ત્રિશલા રાણીએ જોયો.
Jain Education International
પછી ત્રિશલા રાણીએ સાતમા સ્વપ્નમાં સૂર્યને જોયો. એ સૂર્ય અંધકારના સમૂહને નાશ ક૨ના૨ હતો, તેજથી અતિશય જાજવલ્યમાન રૂપવાળો હતો, રાતા અશોકવૃક્ષ, પ્રફુલ્લિત એવા કેસુડાનાં ફૂલો, પોપટનું મુખ અને અર્ધી ચણોઠી એ સર્વ પદાર્થો જેવા રાતા વર્ણવાળો હતો, વળી એ સૂર્ય કમલના વનને પ્રફુલ્લ કરનારો હતો, ગ્રહાદિક જ્યોતિષ ચક્રની ગતિના લક્ષણને મેષ આદિ રાશિથી જણાવનારો હતો, આકાશ પ્રદેશને દીવાની માફક પ્રકાશિત કરનારો હતો, બરફના સમૂહનો નાશ કરનારો હતો, ગ્રહોના સમૂહનો મોટો નાયક હતો, રાત્રિનો નાશ કરનારો હતો, ઉદય-અસ્ત સમયે એક મુર્હુત સુધી સુખે જોઇ શકાય એવો અને એ સિવાયના સમયે બરાબર જોઇ ન શકાય એવો હતો. રાત્રિને વિષે ઉધ્ધત એવા ચોર અને લંપટો વગેરેને ભગાડનારો હતો. શીતને હરનારો, અને હંમેશા મેરુપર્વતને પ્રદક્ષિણા કરનારો હતો, વિશાલ મંડલવાળો તથા પોતાના હજા૨ કિરણોથી ચંદ્ર તારાઓના તેજને દાબી દેનારો હતો, એ જાતના સૂર્યને રાણીએ જોયો. અહીં સૂર્યનાં એક હજાર કિરણો કહ્યાં છે. તે સામાન્ય રીતે કહ્યાં છે, પરંતુ માસ ભેદથી ઓછાં વધારે કિરણો હોય છે.તે કહે છે. ચૈત્રમાં બારસો, વૈશાખમાં તેરસો, જ્યેષ્ઠમાં ચૌદસો, આષાઢમાં પંદરસો, શ્રાવણમાં ચૌદસો, ભાદરવામાં ચૌદસો, આસોમાં સોળસો, કાર્તિકમાં અગિયારસો, માગશરમાં એકહજાર ને પચાશ, પોષમાં એકહજાર, માધમાં અગિયારસો, ફાગણમાં એકહજાર ને પચાશ કિરણો સૂર્યનાં હોય છે.
ત્રિશલા રાણીએ આઠમા સ્વપ્નમાં ધ્વજ જોયો, જે ધ્વજ ઉત્તમ જાતિના સોનાના દંડના અગ્રભાગે રહેલો હતો, અત્યંત સમૂહરૂપ નીલા, રાતા, પીળા અને શ્વેતવર્ણવાળા તથા સુકોમલ અને મૈં પવનથી આમ તેમ ઉછળતાં મોરપીછાંઓથી બનાવેલ વાળવાળો હતો તથા અતિશય શોભતા સ્ફટિક મણિ, શંખ, અંકરત્ન, મોગરાનાં શ્વેતપુષ્પ, પાણીનાં બિંદુઓ, અને રૂપાના ઘડા જેવા
For Personal & Private Use Only
વ્યાખ્યાન
૩
O ૯૪
-
www.biheelarary fig