________________
કલ્પસૂત્ર
શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૩
(5) વ્યાખ્યાન
14144
15444554444444444444
ચોથું લક્ષ્મીદેવીનું સ્વપ્ન જોયા પછી પાંચમા સ્વપ્નામાં ત્રિશલા રાણીએ ફુલની માળા દીઠી. 5) જે માળા રસ સહિત કલ્પવૃક્ષના પુષ્પોથી ગૂંથેલ હતી, અત્યંત મનોહર હતી, તથા ચંપો, અશોક, E પુનાગ, નાગ, પ્રિયંગુ, શિરીષ, મુગર, મલિકા, જાઇ, જૂઇ, અંકોલ, કોજ કોરંટ, ડમરાના ટે પાન, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતી, સૂર્યવિકાસી કમલ, ચંદ્રવિકાસી કમલ, પાડલ, મચકંદ, અતિમુક્ત, અને આંબો એ સર્વ જાતિના કુસુમોની સુગંધવડે દશે દિશાઓને સુવાસિત કરતી, છએ ૨
ઋતુઓમાં થનારા સુગંધી ફૂલોની માળાઓથી મનોહર લાગતી તથા દેદીપ્યમાન, મનોહર, રાતા (5) પીળા વગેરે ઘણા રંગની બનાવટથી આશ્ચર્ય કરનારી હતી, તથા મધુર શબ્દો કરતા ષટ્રપદ HD
ભમરા અને ભમરીઓનાં સમૂહો અંદર છૂપાઈ રહેલા હોવાથી જુદા જુદા ભાગોમાં શ્રવણ કરાતા અવાજવાળી હતી. એવી ફૂલમાળાને આકાશ પ્રદેશથી ઉતરતી ત્રિશલા રાણીએ જોઇ.
પછી છઠ્ઠા સ્વપ્નામાં ત્રિશલા રાણીએ પૂર્ણચન્દ્રને જોયો, જે ચંદ્ર ગાયના દૂધના ફીણ, પાણીના 2 બિંદુઓ, રૂપાના ઘડા જેવો શ્વેત હતો, વળી મનોહર તથા હૃદયને અને આંખોને પ્રીતિ કરનારો રે
હતો. તેમજ સોળ કળાઓથી પૂર્ણિમાના ચંદ્ર જેવો પૂર્ણ હતો, તથા ગાઢ અંધકારથી વ્યાપ્ત વનની શુ ઝાડીરૂપ ગુફાઓને પ્રકાશમય બનાવનાર હતો, પ્રમાણભૂત શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષની મધ્યે રહેલ પૂર્ણિમાને વિષે શોભાયમાન કળાવાળો હતો. તથા ચંદ્રવિકાસી કમળોના વનોને વિકસ્વર કરનાર હતો, રાત્રિની શોભાને કરનાર હતો, તથા રાખ વગેરેથી માંજેલ કાચના તળીઆ સરખો પE હતો, હંસની જેવા મનોહર રંગવાળો હતો. ગ્રહ વગેરે જ્યોતિષ મંડલના મુખના આભૂષણ સરખો હતો, અંધકારનો દુશમન અને કામદેવના બાણના ભાથારૂપ હતો, સમુદ્રના પાણીને વધારનારો અને પ્રિયજનના વિયોગને લીધે વ્યાકુલ એવા મનુષ્યને કિરણોથી સંતપ્ત કરનાર હતો, શાંત અને . મનોહર આકૃતિવાળો હતો, આકાશ મંડલના વિશાલ અને સુંદર આકારવાળા હાલતા ચાલતા
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang