________________
કરાર
1984 44LGGGGGGGG
મદજળવાળા કપાળના મૂળ ભાગવાળો હતો. તથા ઈન્દ્રના ઐરાવણ હાથી સરખા શ્રેષ્ઠ પ્રમાણવાળો વ્યાખ્યાન હતો અને જળસહિત મહામેઘની ગર્જના સરખા શબ્દવાળો તેમજ વખાણવા યોગ્ય સર્વ લક્ષણના સમૂહવાળો, વળી શ્રેષ્ઠ સાથળોવાળો હતો. એવા હાથીને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં જોયો.
તે પછી બીજા સ્વપ્નમાં વૃષભને જોયો. એ વૃષભ ઉજ્જવલ કમળ પત્રના સમૂહથી અધિક કે કે કાત્તિવાળો હતો. તથા કાત્તિના સમૂહના વિસ્તારથી દશે દિશાઓને શોભાવતો હતો. ઉત્કૃષ્ટ છે
શોભાના સમૂહની પ્રેરણાથી ઉછળતા તેજસ્વીપણાને લીધે શોભતા એવા મનોહર રૂંધવાળો હતો. ? છે તથા સૂક્ષ્મ, નિર્મળ અને સુકુમાર રૂવાંટાની ચમકતી કાન્તિવાળો હતો. વળી દ્રઢ, મજબૂત,
માંસયુક્ત હોવાથી એ વૃષભ પુષ્ટ હતો, ઉત્તમ હતો, યોગ્ય સ્થાને સર્વ અવયવો રહેલ હોવાથી અત્યંત સુંદર હતો. તથા મજબૂત ગોળાકાર અને અત્યંત શ્રેષ્ઠ અણીદાર એવાં શિંગડાવાળો હતો, તેમજ ઉપદ્રવોને શાન્ત કરનારા અને શોભતા એવા સરસ દાંતવાળો હતો, તથા અગણિત ગુણવાળો અને મંગલમય મુખવાળો હતો, એવા બળદને ત્રિશલા રાણીએ જોયો.
પછી ત્રીજા સ્વપ્નામાં સિંહને જોયો. એ સિંહ મોતીની માળાઓનો સમૂહ, ક્ષીરસાગર, ચંદ્રના કિરણો, પાણીના બિન્દુઓ અને રૂપાના મોટા પર્વત જેવો ઉજવલ વર્ણવાળો હતો, અને મનોહર ? છે હોવાથી જોવાલાયક, મજબૂત, સુંદર, પચાવાળો હતો. ગોળ પુષ્ટ અને એક બીજાને અડીને રહેલી છું
ઉત્તમ તીક્ષ્ણ દાઢોથી શોભતા મુખવાળો હતો, વળી સારી રીતે સિંચેલા જાતિવંત કમલની સમાન Uડી કોમળ પ્રમાણયુક્ત શોભતા એવા મનોહર બે હોઠવાળો હતો, રાતા કમલની પાંખડી સમાન
સુકુમાર તાલવાવાળો હતો, મુખથી બહાર લપલપ કરતી એવી સુંદર જીભવાળો હતો અને સોનું ગાળવાના પાત્રમાં મૂકીને તપાવેલા શ્રેષ્ઠ સુવર્ણ સરખી ગોળ ફરતી વિજળી જેવી ચમકતી બે આંખવાળો હતો, તથા વિશાળ, પુષ્ટ અને ઉત્તમ જાંઘવાળો હતો અને પરિપૂર્ણ નિર્મળ કાંધવાળો
હતો. તથા કોમળ, ઉજ્જવલ, સૂક્ષ્મ, અને ઉત્તમ લક્ષણવાળો હતો. તેમજ લાંબા ખાંધ ઉપર રહેલી 5) કેસરાલવાળોથી શોભતો અને ઊંચું કરેલ, વાકું વાળેલ, ગોળાકાર કરેલ તથા શોભા પામે તેમ (F)
441 442 4444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org