________________
94144 5. LAS
67454
કલ્પસૂત્ર
ન્દ્ર, દેવરાજા બેઠા હતા, ત્યાં આવીને ઈન્દ્રને “આપની આજ્ઞા પ્રમાણે હું કાર્ય કરી આવ્યો વ્યાખ્યાન છુ છું” એમ કહે છે. | ઈન્દ્રને ત્રિશલા રાણીના ઉદરમાં પ્રભુને મૂકવાની કેમ ઈચ્છા થઈ તે કહે છે. પૂર્વભવમાં 5 ) ત્રિશલાનો જીવ દેરાણી અને દેવાનંદાનો જીવ જેઠાણી હતો. બન્ને એક જ ઘરમાં સાથે જ રહેતી : કે હતી. લોભવશ બની જેઠાણીએ દેરાણીનો રત્નકરંડિયો ચોરી લીધો. દેરાણીના શોધવાથી મળ્યો છે
નહીં ત્યારે દેરાણી જેઠાણીનો કજીયો થયો, પણ જેઠાણીએ રત્નકરંડિયો આપ્યો નહીં, તેના ઉદયથી જે કર્મ બંધાયું તે કર્મ દેવાનંદાને ઉદયમાં આવ્યું, તેથી ઈન્દ્રને પણ દેવાનંદાની કુક્ષિમાંથી
પુત્ર રત્નરૂપી ગર્ભને બીજે ક્યાંય લઈ જવાની ઇચ્છા ન થતાં ત્રિશલાના ઉદરમાં ગર્ભપણે 5 ; મૂકવાની ઇચ્છા થઇ. CD તે કાળ અને તે સમયને વિષે મહાવીર પ્રભુ ત્રણ જ્ઞાનયુક્ત હતા. તેથી મને બીજે લઈ જવાશે : દિ એમ જાણે છે, પરંતુ લઈ જવાતાં પ્રભુ જાણતા નથી. અત્યંત અલ્પ સમય હોવાને કારણે, તથા
લઈ જવાયા છે એમ પ્રભુ જાણે છે. અહીં દેવે દિવ્યશક્તિથી એવી કુશળતાથી લઈ જવાનું કાર્ય * કર્યું કે ભગવાન જાણતા હોવા છતાં ન જાણવા જેવું થયું.
જે રાત્રે પ્રભુ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા રાણીના ઉદરમાં મુકાયા તે રાત્રીએ થોડી નિદ્રા લેતી એવી દેવાનંદાએ મનોહર, કલ્યાણકારી, ધન્ય, માંગલિક એવાં ચૌદ મહાસ્વપ્નોને ત્રિશલા , 5) ક્ષત્રિયાણીએ હરણ કર્યા એવું સ્વપ્ન જોયું. પછી દેવાનંદા જાગી ગઈ. એ ગજ, વૃષભ વગેરે આગળ કહ્યા પ્રમાણેના ચૌદ સ્વપ્નો જાણવા.
જે રાત્રીએ મહાવીરદેવને દેવાનંદાની કુક્ષિમાંથી લઈ ત્રિશલા રાણીના ઉદરમાં મૂકવામાં રે આવ્યા, તે રાત્રીએ ત્રિશલા રાણી તેવા વાસઘરમાં હતાં કે જે ઘર અંદરથી ચિત્રામણવાળું હતું. આ
બહારથી ઉજ્જવલ કરેલ તથા કોમલ પત્થરો વગેરેથી ઘસીને કોમલ ચકચકિત કરેલું હતું. ઊંચે ઉપરના ભાગમાં આશ્ચર્યકારી ચંદરવાઓથી વિશેષ શોભતું અને નીચેના ભાગમાં પંચવર્ણોના
$14444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang