________________
குகுகுழுழுழுழுழுழுழுழுழுழுகுகுகுகுகுகு
કલ્પસૂત્ર
હરિનૈગમેષીદેવ તે ઇન્દ્રની આજ્ઞાને અંજલી જોડી મસ્તકે ભમાડી વિનયથી સ્વીકારીને ઇશાન
ૐ ખૂણામાં આવે છે. ત્યાં વૈક્રિયસમુદ્લાતથી પોતાનું ઉત્તરવૈક્રિય શરીર બનાવવા પ્રયત્ન કરી સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરે છે. એટલે દંડતુલ્ય આત્મપ્રદેશોને કર્મ પુદ્ગલ સહિત શરીરથી બહાર કાઢે છે. પછી ૧) કર્કેતનરત્નોનાં ૨) વજ્રરત્નોનાં ૩) વૈર્યરત્નોના ૪) લોહિતાક્ષરનોનાં ૫) મસારગલરત્નોનાં ૬) હંસગર્ભરત્નોનાં ૭) પુલકરત્નોનાં ૮) સૌગંધિકરત્નોનાં ૯) જ્યોતિરસરત્નોનાં ૧૦) અંજનરત્નોનાં ૧૧) અંજનપુલકરત્નોનાં ૧૨) જાતીયરૂપરત્નોનાં ૧૩) સુભગરત્નોનાં ૧૪) અંકરત્નોનાં ૧૫) સ્ફોટક `રત્નોનાં ૧૬) રિષ્ટરત્નોનાં, એવાં સોળ જાતિનાં રત્નોનાં અત્યંત અસાર પુદ્ગલોને તજીને સારવાળાં ઉત્તમ પુદ્ગલોને ગ્રહણ કરે છે. વળી બીજીવાર વૈક્રિયસમુદ્દાત વડે પ્રયત્ન કરી ઉત્તર વૈક્રિયરૂપ બનાવે છે. પોતાના મૂળરૂપથી અલગ પવિત્ર પુદ્ગલોનાં ઉત્તરવૈક્રિય શરીરથી હરિનૈગમેષીદેવ, પોતાની ઉત્કૃષ્ટી વેગવાળી, ચપળ, અત્યંતતીવ્ર, જયવાળી, પ્રચંડ, શીઘ્ર, વિઘ્નનાશિની એવી દિવ્યદેવગતિથી નીચે ઉતરતો ઉતરતો (5) તિર્ઝા અસંખ્ય દ્વિપસમુદ્રોના મધ્ય મધ્ય ભાગોથી આવતો જ્યાં જંબુદ્વીપનાં ભરતક્ષેત્રમાં બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણના ઘરમાં તેની પત્ની દેવાનંદા બ્રાહ્મણી છે. ત્યાં આવીને અવસ્વાપિની નિદ્રા પરિવાર સહિત દેવાનંદાને આપીને પ્રભુને નમસ્કાર કરી અપવિત્ર પુદ્ગલોને દૂર કરી પવિત્ર પુદ્ગલોને ફેલાવે છે. પછી “ભગવાન મને આજ્ઞા આપો” એમ કહીને પીડા રહિત એવા શ્રી વીર પ્રભુને પીડા ન થાય એ રીતે દિવ્ય પ્રભાવથી હાથમાં લઇને ક્ષત્રિયકુંડ મૈં નગરમાં સિધ્ધાર્થ રાજાને ઘરે ત્રિશલા ક્ષત્રિયાણી પાસે આવી પરિવાર સહિત ત્રિશલા ક્ષત્રિયાણીને અવસ્વાપિની નિદ્રા આપી અશુભ પુદ્ગલોને દુર કરી શુભ પુદ્ગલોને ફેલાવી, સુગંધમય બનાવી પ્રભુને પીડા રહિતપણે દિવ્ય પ્રભાથી ત્રિશલાના ઉદરમાં ગર્ભપણે સ્થાપિત કરે છે. અને ત્રિશલાના ગર્ભને લઇને દેવાનંદાના ગર્ભપણે સ્થાપિત કરે છે. પછી તે દેવ જે દિશામાંથી
આવ્યો હતો, તે દિશામાં ઉત્કૃષ્ટી, ચપળ, તીવ્ર, જયવાળી, પ્રચંડ, શીઘ્ર, દેવતાને યોગ્ય એવી દિવ્યગતિ વડે ઊંચે ઊંચે જતો સૌધર્મદેવલોકમાં સૌધર્માવતંસક વિમાનમાં શક્રસિંહાસન ઉપર (5) ૮૬
Jain Education internat
For Personal & Private Use Only
GU
વ્યાખ્યાન
-
www.jainslitary.c17