________________
કલ્પસૂત્ર
મૂકવાનો ઇન્દ્રનો આચાર છે. માટે મારે પણ આ પુણ્યકાર્ય કરવું જોઇએ. તેથી હું દેવાનંદા શું
વ્યાખ્યાન બ્રાહ્મણીની કુક્ષિમાંથી લઈને આ ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ ગ્રામનગરમાં શ્રી ઋષભદેવના ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયોમાં કાશ્યપગોત્રી સિધ્ધાર્થ ક્ષત્રિયની પત્ની વાસિષ્ટગોત્રવાળી ક્ષત્રિયાણી ત્રિશલા રાણીના ઉદરમાં ગર્ભપણે મુકાવું. અને જે ત્રિશલા ક્ષત્રિયાણીનો પુત્રીરૂપ ગર્ભ છે, તે ગર્ભને દેવાનંદાના ઉદરમાં ગર્ભપણે મુકાવું. એમ વિચારીને પાયદલસૈન્યના અધિપતિ હરિનૈગમેષિદેવને બોલાવીને ઇન્દ્ર આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય હરિનૈગમેષિન્ ! અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો, ક્યારે પણ શૂદ્રકુળોમાં, અધમકુળોમાં, કૃપણકુળોમાં, તુચ્છકુળોમાં, દરિદ્રકુળોમાં, ભિક્ષુક કુળોમાં, બ્રાહ્મણકુળોમાં ગર્ભપણે આવ્યા છે, આવે છે, અને આવશે. પરંતુ તેઓ તે કુળોમાં જન્મ્યા નથી જન્મતા નથી અને જન્મશે પણ નહીં. એવા ઉત્તમ પુરુષોનો જન્મ તો ઉગ્રકુળોમાં, ભોગકુળોમાં, રાજન્યકુળો વગેરે ઉત્તમ જાતિ કુળવંશોમાં જ થયેલ છે, થાય છે અને થાશે.
તો પછી ભગવાન બ્રાહ્મણકુળમાં કેમ આવ્યા? તો કે અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી પછી છે. આશ્ચર્યકારી એવો પણ બનાવ બને છે. શેષ રહેલા નામ-ગોત્ર કર્મના ઉદયથી આવા ઉત્તમ કે
પુરુષો, હીનકુળોમાં ગર્ભપણે આવ્યા છે, આવે છે અને આવશે. પરંતુ એવા હીનકુળોમાં આવા ઉત્તમ પુરુષો જભ્યા નથી, જન્મતા નથી અને જન્મશે પણ નહીં. તો હે દેવાનુપ્રિય હરિનૈગમેષિનું ! તું શ્રમણ-ભગવાન શ્રી મહાવીર પ્રભુને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના બ્રાહ્મણ - કંડગ્રામનગરમાં જઈ ત્યાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી લઇને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જઈ ત્યાં જ્ઞાતવંશના ક્ષત્રિયોમાં કાશ્યપ ગોત્રવાળા ક્ષત્રિય સિદ્ધાર્થ કિ રાજાની પત્ની વાસિષ્ટ ગોત્રવાળી ત્રિશલા રાણીના ઉદરમાં ગર્ભપણે સ્થાપિત કર. અને ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્રીરૂપ ગર્ભને દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં મૂક. ઇન્દ્રોનો આ રીતે કરવાનો આચાર છે. તેથી તને આ રીતે કરવાનું કહેલ છે. તું જલદી આ કાર્ય કરી આવ. અને કામ કરી આવ્યાના મને સમાચાર આપ. ઇન્દ્રનો આવો આદેશ સાંભળીને અત્યંત ખુશ થયેલ સેનાપતિ
குருகுகுகுகுகுகுகுகுகுகுகு
5445454545155
For Personal Private Use Only
www.
library.org