________________
કલ્પસૂત્ર
14544450554554ழுகுகுகுகு4
Jain Education International
(૮) આઠમું આશ્ચર્ય – હરિવંશકુળની ઉત્પત્તિ, કૌશાંબી નગરીના રાજા સુમુખે વીરા નામના માણસની પત્ની વનમાલાને ઉપાડી પોતાના અંતઃપુરમાં રાખી. પોતાની સ્ત્રીના વિરહથી વીરો ગાંડો થઇ ગયો. રસ્તામાં જે કોઇ મલે તેને વનમાલા, વનમાલા બોલતો ભમવા લાગ્યો. કોઇ વખતે દુ:ખી થઇ ગયેલા વીચને જોઇ રાજા અને વનમાલા પોતાના અકાર્યનો પશ્ચાત્તાપ કરવા લાગ્યાં. એ સમયે ઓચિંતી વીજળી પડવાથી તે બન્ને મૃત્યુ પામી હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. વીરો પણ તે બન્નેને મૃત્યુ પામેલા જાણી અરે ! એમને પાપ લાગ્યું, એમ કહીને ડાહ્યો થઇ ગયો. પછી વૈરાગ્યથી તપ કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં કિલ્બિષિક દેવપણે થયો. એ દેવ વિભંગ જ્ઞાનથી તે બન્નેને યુગલિયાનું સુખ ભોગવતા જોઇ આ બન્ને હવે પછી પણ અહીંથી મૃત્યુ પામી દેવતા થાશે. તેથી મારા શત્રુ એવા એમને દુર્ગતિના દુઃખમાં નાખું. એમ વિચારીને તેણે પોતાની શક્તિથી તે બન્નેના શરીરોને નાના કરી તેમને ભરતક્ષેત્રમાં લાવી રાજ્ય ૫૨ સ્થાપી સાતે વ્યસન શીખવ્યાં. તેથી વ્યસની એવા તે દિર અને હરિણી મૃત્યુ પામી નરકમાં ગયા. તેના વંશમાં જે માણસો થયા તે હરિવંશના કહેવાયા. આમાં યુગલિયાને ભરતક્ષેત્રમાં લાવવા, શરીર સંકોચાવવું અને તેમનું નરકમાં જવુ એ બધું આશ્ચર્ય રૂપ છે.
(૯) નવમું આશ્ચર્ય - અસંયતીની પૂજા ન થવી જોઇએ, તે આ અવસર્પિણી કાળમાં આરંભ અને પરિગ્રહમાં આસકત એવા બ્રાહ્મણોની પૂજા નવમા અને દશમા જિનેશ્વરોના મધ્યના કાળમાં થઇ એ નવમું આશ્ચર્ય જાણવું.
(૧૦) દશમું આશ્ચર્ય - એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસોને આઠ સિધ્ધ ન થાય તે આ અવસર્પિણી કાળમાં શ્રી ઋષભદેવ તેમજ ભરત સિવાયના શ્રી ઋષભદેવના નવ્વાણું પુત્રમુનિઓ તથા ભરતના આઠ પુત્રમુનિઓ એમ એકસોને આઠ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં સિધ્ધ થયાં છે એ દશમું આશ્ચર્ય જાણવું.
For Personal & Private Use Only
GEE
655594
વ્યાખ્યાન
૨
૭૨
www.jainsliterary crp