________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
47404444444444
મહારાજાઓ થયા અને તેમણે મલ્લિકમારીની અદભુત સૌંદર્યની કીર્તિ સાંભળીને તેને પરણવા માટે દૂતો મોકલી કુંભરાજા પાસે માગણી કરી. મલ્લિકુમારીએ પોતાના પૂર્વભવના મિત્ર રાજાઓને અશોકવાડીમાં બોધ થાશે, એમ અવધિજ્ઞાનથી જાણીને તે વાડીનાં મહેલમાંના ઓરડામાં રત્નપીઠ ઉપર પોતાની સુવર્ણમય પ્રતિમા બનાવરાવીને સ્થાપના કરી. એ પ્રતિમાના બધા અંગોપાંગો કેશ વગેરે મલ્લિકુમારી જેવાંજ અત્યંત રમણીય બનાવી પ્રતિમા અંદર પોલી રાખી. માથે એક છિદ્ર કરાવી તે ઉપર સુવર્ણ કમળનું ઢાંકણું રખાવ્યું. પ્રતિભાવાળા ખંડને છ ધાર કરાવ્યાં. પાછળની સ્ત્રી ભીંતમાં એક સાતમું દ્વાર કરાવ્યું. પછી દરરોજ આહારનો એક એક કોળિયો પ્રતિમામાં ઉપરના છિદ્રમાંથી નાખીને મલ્લિકુમારી ભોજન કરવા લાગ્યા. કુંભરાજાએ માંગણી ન સ્વીકારવાથી ગુસ્સે ; થયેલા છ રાજાઓ મોટા સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે મિથિલા આવ્યા. એ રાજાઓને યુક્તિથી મલ્લિકુમારીને આપવાની વાત કરી. તેઓને પ્રતિભાવાળા રૂમના છ દરવાજાની સામેના રૂમોમાં બેસાડી દેવામાં આવ્યા. રૂપ જોઈ તેઓ અત્યંત મોહિત થયા. ત્યાર બાદ મલ્લિકુમારીએ પ્રતિમાની ઉપરનું ઢાંકણું છૂપી રીતે કાઢી નાખ્યું. તેથી અત્યંત દુર્ગધ નીકળવા લાગી. એ દુર્ગધ સહન ન થવાથી છ રાજાઓએ મોટું ફેરવી નાખ્યું, ત્યારે પ્રગટ થઇ મલ્લિકુમારીએ શરીરના સડન, પડન વિધ્વંસણ વગેરે ધર્મો સમજાવ્યા. સારી વસ્તુઓ પણ જેના સંસર્ગથી દુર્ગંધમય થઇ જાય છે, એવા આ શરીર ઉપર રાગ કરવો શું ઉચિત છે ? આપણે સાતે પૂર્વભવમાં મિત્ર રાજાઓ હતા. સાતેએ સાથે દીક્ષા લઇ ખૂબ આરાધના કરી અંતે દેવલોકમાં ગયા. આ સાંભળી છએ રાજાઓને જાતિ સ્મરણજ્ઞાન થયું, અને વૈરાગ્ય પામ્યા. પછી મલ્લિકુમારીના કહેવાથી પોતપોતાના રાજ્યમાં ગયા.
જ્યારે મલ્લિનાથે દીક્ષા લઇ કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરી તેઓ તીર્થકર થયા ત્યારે છએ 1) રાજાઓએ દીક્ષા લીધી. શ્રેષ્ઠ આરાધના કરી મોક્ષે ગયા. શ્રી મલ્લિનાથ સ્ત્રી તીર્થકર થયા એ 5
સાતમું આશ્ચર્ય જાણવું.
A44444444LILLALLIGSEGGS
For Personal Private Use Only
Jain Education international
www.nelorary.org