________________
કલ્પસૂત્ર
4664G4GGGGS6
ક્ષય નહીં થયેલા, નહીં વેદાયલા એવા નામકર્મ અને ગોત્રકર્મના ઉદયથી ભગવાન વ્યાખ્યાન શ્રી મહાવીરદેવ બ્રાહ્મણીની કુક્ષિમાં આવ્યા. સત્યાવીશ ભવની અપેક્ષાએ ભગવાને એ નીચ ગોત્રકર્મ ત્રીજા ભવમાં બાંધેલ છે. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે.
સત્યાવીશ ભવમાંથી પહેલા ભવમાં ભગવાનનો જીવ નયસાર નામે ગ્રામોધ્યક્ષ હતો. તે એક વખત લાકડા લેવા માટે વનમાં ગયો હતો ત્યાં બપોરના ભોજન સમયે બધા સાથેના માણસો કિ. જમવા બેઠા, બધાને ભોજન પીરસાયું ત્યારે નયસારને વિચાર આવ્યો કે ઘરે તો કોઈ પણ
અતિથિનો લાભ મળી જાય પણ આજે અહીં કોઈ અતિથિનો લાભ મળી જાય તો સારું. આવા દાનના શ્રેષ્ઠ વિચારથી અતિથિને જોવા ચારે દિશા વિદિશામાં નજર ફેરવી રાહ જોઈ. એટલામાં એના ભાગ્યથી જાણે ખેંચાઈને આવતા હોય તે રીતે ત્યાં આવતા કેટલાક ઉત્તમ પાત્ર સ્વરૂપ
જૈન સાધુ મહારાજો નજરે ચડયા. નયસારનો આત્મા આનંદથી નાચી ઊઠયો. નયસારે સામે જઈ F) વંદન કરી સાધુ મહારાજોને આહારનો લાભ આપવા વિનંતી કરી. તેનો સ્વીકાર કરી મુનિરાજોએ :
સાથે જઇને આહારનો લાભ આપ્યો. નયસારે ખૂબ જ ભક્તિથી વહોરાવીને કહ્યું, આપ આવી ભયંકર અટવીમાં કેમ આવી ચડ્યા? સાધુઓએ કહ્યું, અમે સંજોગવશાતુ પાછળ રહી જવાથી સાર્થથી છુટા પડી ગયા. રસ્તો ન મળવાથી આ બાજુ ચડી આવ્યા. નયસારે કહ્યું, આપશ્રી કષ્ટમાં આવી ગયા એ ઠીક ન થયું, પરંતુ અમારા ભાગ્ય ઉઘડી ગયાં. તેથી આવા જંગલમાં પણ આપ જેવા મહાત્માઓનો અમને લાભ મળી ગયો. હે પૂજ્ય ! આપ ગૌચરી વાપરી લ્યો અને અમે પણ ભોજન કરી લઇએ. પછી આપને હું માર્ગ બતાવવા સાથે ચાલીશ. પછી મુનિરાજોએ યોગ્ય સ્થળે ગૌચરી વાપરી લીધા બાદ જમીને નયસાર મુનિરાજો સાથે માર્ગ બતાવવા ચાલ્યો. આ કોઈ ઘણો યોગ્ય આત્મા છે એમ જાણી મુનિરાજોએ નયસારને આત્મલક્ષી યોગ્ય ઉપદેશ આપ્યો.
આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, આત્માને મોક્ષ ) છે અને આત્માને મોક્ષ પ્રાપ્ત કરવાના એટલે આત્માને પરમાત્માપદ પ્રાપ્ત કરવા માટેના સમ્યગુ ;)
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org