________________
કલ્પસૂત્ર કે
એમનું પોતાનું જ ગોશાલાના ભાવથી માંડીને કહેલ ચરિત્ર અને ઉપદેશ સાંભળી અનેક ભવ્યાત્માઓ પ્રતિબોધ પામી ધર્મ તત્પર બની જાશે. ભવ્ય જીવોનો ઉદ્ધાર કરતાં અંતે તેઓ મોલે
વ્યાખ્યાન
Fઈ જાશે.
મહાવીર દેવના મુખેથી ગોશાલાનું ભવિષ્ય જાણી અનેક ભવ્યાત્માઓએ કંપારી અનુભવી, (i) પ્રતિબોધ પામ્યા અને જીવનમાં ક્યારે પણ અરિહંતાદિની આશાતના તથા ઉસૂત્ર પ્રરૂપણા ન )
થઈ જાય તે માટે જાગૃત રહેવાનો નિર્ણય કર્યો. એ પછી ગૌતમ સ્વામીએ કહ્યું, કે, હે ભગવાન ! છે. પૂર્વના ક્યા કર્મથી ગોશાલો આપનાથી વિપરીત બન્યો ? પ્રભુએ કહ્યું, પૂર્વે આ જંબૂદ્વીપના
ભરતમાં ઉદાય નામના તીર્થકરનો મોક્ષ મહોત્સવ કરવા આવેલા દેવો અને અસુરોને જોઇ કોઇ ૨ એક મનુષ્યને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પ્રત્યેક બુદ્ધ થઇ શાસન દેવીએ આપેલ સાધુ વેશ જી 1) લઈ દીક્ષા લીધી. લોકોથી પૂજાતા તીવ્ર તપ તપતા તે મુનિને ઇશ્વર નામના કોઇ દુષ્ટ /
બુદ્ધિવાળાએ પૂછયું કે તને કોણે દીક્ષા આપી ? તેં સૂત્ર અને અર્થ કોની પાસેથી મેળવ્યા ? તું
ક્યા કુળનો છે? પ્રત્યેક બુદ્ધ મુનિએ એના ઉત્તર આપ્યા તે જાણી ઇશ્વરે વિચાર્યું કે આ સાધુ દંભથી પ્રજાને ઠગે છે. શું ઉદાયજિન આવું જ કહેશે ? કે મોહ રહિત પ્રભુ આવું નહીં કહે, એમ વિચારી જ્યાં પ્રભુ હતા ત્યાં ગયો પણ પ્રભુ તો મોક્ષે ગયા જાણી ઉપદેશ સાંભળી તેણે ગણધર પાસે દીક્ષા લીધી. મોહ ગર્ભિત વૈરાગ્યવાળા તેણે પર્ષદામાં ગણધર ભગવાન પાસેથી સાંભળ્યું કે, પૃથ્વીકાયના એક પણ જીવની સમજપૂર્વક વિરાધના કરનાર અસંયત કહેવાય છે. એટલે ઈશ્વરમુનિએ વિચાર્યું કે, જેમ ઉન્મત બોલે તેમ બોલેલ આ વચન છે, આવું કોનાથી પાળી શકાય ? આ વાક્ય જ શ્રદ્ધા કરવા યોગ્ય નથી. પછી તે પ્રત્યેક બુધ્ધ મુનિની પાસે ગયો, ત્યાં રે પણ તેણે તેમના ઉપદેશમાં સાંભળ્યું કે મુનિઓએ પૃથ્વીકાયાદિનો સમારંભ મન, વચન અને કાયાથી તજી દેવો જોઇએ. પછી ઇશ્વરમુનિએ વિચાર્યું કે, પૃથ્વીકાયાદિનો સમારંભ કોણ નથી કરતું? આવું પાળી કેમ શકાય ? આ કટુવાદી મુનિ તો પોતે પણ ન પાળી શકે તેવું બોલે છે.
4444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang