________________
વ્યાખ્યાન
44444444444444444
રહેલ કર્મના ઉદયથી દાવાનલમાં સપડાઈ જાશે, અને બચવા માટે આજંદ કરતી છતી બળીને રાખ થઈ જાશે, અને અગ્નિકુમાર દેવ થાશે. ત્યાંથી મનુષ્ય થાશે, અને સાધુ સમાગમ થતાં
ચારિત્ર લેશે, પણ ચારિત્રની વિરાધના કરી અસુરકુમારમાં દેવ થાશે. કારણ નિર્મલ ચારિત્ર છે છે પાળનાર વૈમાનિક થાય છે, ચારિત્રની થોડી વિરાધના થઈ જાય તો નીચેનાં દેવલોક મળે છે. જે 5) વધારે વિરાધના થાય તો તિર્યચપણું પ્રાપ્ત થાય છે. અસુરકુમારમાંથી મનુષ્ય થઈ ચારિત્ર )
લઈ-પાળીને નાગકુમાર દેવ થાશે. ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર પાળીને સ્વનિતકુમાર દેવ થઈ, મનુષ્ય થઇ, ચારિત્ર લઈ થોડી વિરાધના કરી જ્યોતિષી દેવ થાશે. પછી મનુષ્ય થઇ ચારિત્ર લઈ, ચારિત્ર પાળી પહેલા સ્વર્ગમાં દેવી થાશે, પછી મનુષ્ય થઈ ચારિત્ર પાળીને ત્રીજા દેવલોકમાં ?
દેવ થાશે. ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર લઇ પાંચમા દેવલોકમાં દેવ થઇ, મનુષ્ય થઇ ચારિત્ર પાળી s) સાતમા દેવલોકમાં દેવ થાશે. પછી મનુષ્ય થઈ સંયમ પાળી નવમા દેવલોકમાં દેવ થાશે. એ 5)
બાદ મનુષ્ય થઇ ચારિત્ર પાળી અગિયારમા દેવલોકમાં દેવ થાશે. પછી મનુષ્ય થઇ ચારિત્ર લઈ ( ઉત્કૃષ્ટ આરાધના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થાશે. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞા કે > નામના શ્રેષ્ઠિ પુત્ર થઇ ચારિત્ર લઇ ઉત્કૃષ્ટ ચારિત્ર અને તપની સાધના કરતાં ક્ષેપક શ્રેણીથી 2
કેવળજ્ઞાન પામી ઉપદેશ આપતાં કહેશે કે હે શ્રમણો! અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને ૨ સાધુઓની વિરાધના-આશાતના કરી હું અનંતકાળ સુધી સંસારમાં ભટકી અત્યંત દુ:ખી થયો છું. $ એમ કહી ગોશાલાના ભવથી કેવળી થયા ત્યાં સુધીનો વૃતાંત કહીને કહેશે કે, તમો કદી પણ ; અરિહંતાદિ પંચ પરમેષ્ઠિની વિરાધના કે આશાતના કરશો નહીં. ઉત્સુત્ર પ્રરૂપણા કે ઉન્માર્ગ F સ્થાપના કરશો નહીં. મેં તો ઘણીજ મૂર્ખતા કરી છે. કરૂણા સમુદ્ર ત્રણલોકના નાથ શ્રી મહાવીર કે તીર્થકર મળ્યા છતાં અભાગિયા એવા મેં એ પ્રભુથી વિરૂદ્ધ જ પ્રવૃત્તિઓ કરી ઉન્માર્ગ ચલાવ્યો, મુનિઓને બાળી ભસ્મ કર્યા, પ્રભુ મહાવીર ઉપર પણ તેજોવેશ્યા મૂકી અત્યંત હેરાન કર્યા, છતાં
એ દયાળુ પ્રભુએ અંત સમયે પણ સદ્ધોધ અપાવી શુભ અધ્યવસાયનો યોગ કરી આપ્યો, એના ) છે પ્રભાવેજ હું ચારિત્ર મેળવી શક્યો અને અંતે કેવળજ્ઞાન પણ મેળવી શક્યો છું. કેવળીના મુખથી 5 ૬૬
A4444444444444444444
en Education
to
For Personal Private Use Only
www.
jelbrary.org