________________
કલ્પસૂત્ર
999999$$$$$$$$$$$$Y
Jain Education International
(૪) ચોથું આશ્ચર્ય - ચંદ્ર - સૂર્ય મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા તે છે. શ્રી વીર પ્રભુ કૌશાંબી નગરીમાં સમવસર્યા હતા. તેમને વાંદવા સૂર્ય-ચંદ્ર મૂળ વિમાનમાં બેસીને સાંજે આવ્યા. આ વખતે સમય થઈ જવાથી ચંદનબાળા સાધ્વીજી ગયાં અને મૃગાવતી સાધ્વીજી સમવસરણમાં બેઠાં હતાં, તેમણે સૂર્ય-ચંદ્રના તેજને કારણે સાંજ થઇ ગઇ તે જાણ્યું નહીં. જ્યારે સૂર્ય-ચંદ્ર વંદન કરીને પોતાને સ્થાને ગયા ત્યારે અંધકાર થઇ ગયેલ જાણી ભય પામતાં મૃગાવતી સાધ્વીજી પોતાનાં ગુરુણીજી જ્યાં ઉપાશ્રયમાં હતાં ત્યાં આવ્યાં. ત્યારે ગુરુણીજી - ચંદનબાળાએ ‘‘તમારા જેવાં કુલીનોને આટલું મોડું આવવું શોભે નહીં' એમ કહ્યું, મૃગાવતી સાધ્વીજીને ભારે પશ્ચાત્તાપ થયો. એમણે વિચાર્યું કે, અરે રે, મેં મારાં ઉપકારી ગુરુગ્ણીજીને મારી ચિંતાના સંતાપમાં નાખ્યાં. અરે ! એમને કેટલીવાર મારી રાહ જોવી પડી હશે ? કેટલો સંતાપ મનમાં કર્યો હશે ? ઉપકારી એવાં ગુરુણીજીને શાતા પમાડવાને બદલે સંતાપમાં નાખનાર પાપિણી એવી હું કેમ ( છૂટીશ ? એ જાતના વિચારોથી અત્યંત પશ્ચાત્તાપ કરતાં અને ગુરુણીજીનો એક પણ અવગુણ વિચારમાં નહીં લાવતાં એવાં મૃગાવતી સાધ્વીજીએ ક્ષપક શ્રેણીએ ચડી ઘાતીકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી સાપને જોઇ ઉંઘમાં રહેલ ગુરુણીજીના હાથ ઉ૫૨થી કાળો નાગ જશે એમ જાણી તેઓનો હાથ ઊંચો કર્યો, તેથી ગુરુણીજી જાગી ગયાં અને હાથ શા માટે ઊંચો કર્યો ? એમ પૂછતાં મૃગાવતી સાધ્વીજીએ કાળો નાગ પસાર થતો હતો એમ કહ્યું, ત્યારે ગુરુણીજીએ કહ્યું કે, આવી અંધારી રાતે કાળા નાગને કેમ જોઇ શકાય ? શું જ્ઞાન થયું છે ? મૃગાવતીએ કહ્યું, આપની કૃપાથી. ચંદનબાળાએ કહ્યું, ક્યું ? અપ્રતિપાતી કે પ્રતિપાતી ? મૃગાવતીએ કહ્યું, આપની કૃપાથી ‘‘અપ્રતિપાતી.’’ આ સાંભળી ચંદનબાળા સાધ્વીજીને થયું. અરે ! કેવળીની આશાતના કરનારી એવી મને ધિક્કાર છે, હું કેમ છૂટીશ? વગેરે પશ્ચાતાપપૂર્વક પોતાના આત્માની નિંદા કરતાં તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી જગતમાં કલ્યાણ કરતાં તે બન્ને મોક્ષે ગયાં. ચંદ્ર સૂર્યનું મૂળ વિમાનથી અવતરણ તે ચોથું આશ્ચર્ય જાણવું.
SSSS
For Personal & Private Use Only
REEY
વ્યાખ્યાન
૨
૬૧
www.jainelibrary.org