________________
અને તેલ ખાનારી તમામ પ્રજાને વનસ્પતિ ઉદ્યોગ અને તેલ ઉદ્યોગની દયા ઉપર ફેંકી દેવામાં આવી.
લશ્કરી લૂંટણવા કરતાં વધુ ભયંકર યાંત્રિક મૂડીવાદ લશ્કરી લૂંટણવાદ કરતાં યાંત્રિક મૂડીવાદ રાજકર્તાઓને એટલા માટે અનુકૂળ આવે છે કે લશ્કરી વિગ્રહમાં જય-પરાજય અનિશ્ચિત હોય છે. ઉપરાંત દરેક રાજા, સરમુખત્યાર કે વડાપ્રધાન લશ્કરી દષ્ટિએ બાહોશ, બહાદુર અને હિંમતવાળા દેતા નથી.
સીઝર, સિકંદર, ગઝની, ચંગીઝખાન, તૈમુર, નાદીરશાહ, અબ્દુલ્લી –આ તમામની વચ્ચે કેટલાં વરસને ગાળે છે? વળી લશ્કરી લૂંટમાંથી અડધે ભાગ સૈન્ય લઈ જાય છે અને બાકી રહે તે ચેડાં જ વરસમાં વપરાઈ જાય છે.
જ્યારે રાજસત્તા મૂડીપતિઓ સાથે સહકાર સાધે ત્યારે રાજયના વડાઓને વિના પરિશ્રમે ઉદ્યોગપતિઓ પાસેથી અઢળક ધન મળ્યા કરે છે. હમણાં જ એ હકીકત પ્રસિદ્ધ થઈ ગયેલ છે કે અમેસ્કિ, ઇંગ્લેંડ અને ફ્રાન્સના ઉદ્યોગપતિઓએ એશિયાનાં અનેક રાજ્યના વડાઓને અથવા ખાતાના વડાને અઢળક રૂપિયાની રુશવત આપીને પિતાનાં હથિયારો એ દેશને વેચ્યાં હતાં. આ રવત લેનારાઓમાંથી જાપાન પણ બાકાત રહ્યું નહિ.
મૂડીવાદને શેષણ માટે વધુ ને વધુ વિસ્તાર મેળવવાની લાલસા રહે છે. બીજા દેશોમાં ઘૂસણખોરી ન કરી શકે ત્યારે પિતાની જ પ્રજાનું શોષણ કરવાનું તેને માટે અનિવાર્ય બની જાય છે. આપણી નજર સામે આપણા જ દેશને દાખલ મેજુદ છે.
બીજી પ્રજાઓનું શોષણ કરવાની બે રાષ્ટ્ર વચ્ચેની હરીફાઈ હમેશાં યુદ્ધમાં પરિણમે છે. વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે તેનું કારણ મહાસત્તાઓ વચ્ચેની શેષણ કરવાની હરીફાઈ જ છે.
૩૫ લાખમાંથી ચાર કરોડ આ શેષણ કેવી રીતે થાય છે તે વિગતવાર તપાસીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org