________________
મીઠું પકવતા અને શેરીએ શેરીએ ફરીને મીઠું વેચતા, એ તેમને પરાપૂર્વથી ચાલતે વારસાગત ધ હતે. મીઠું મનુષ્ય, પશુઓ અને વનસ્પતિને પણ જોઈએ. એટલે જે ઉત્પાદનને તમામ માલ હાથમાં આવી જાય તે મનપસંદ ભાવે વેચીને મબલખ કમાણી કરી શકાય.
આ ઇરાદાથી એક શ્રીમંત ત્યાંના રાજા પાસેથી મીડાનું કારખાનું ખેલવાની પરવાનગી માગી. રાજ્યમાં એક ઉદ્યોગ સ્થપાશે અને રાજ્ય પ્રગતિશીલ કહેવાશે એવી દલીલ વડે પરવાનગી મેળવી. કારખાનું શરૂ કર્યું. પરંતુ કારખાનામાં પૈસાનું રોકાણ થયું, તેનું વ્યાજ ચડતું હતું. કેમિકલ પ્રોસેસથી મીઠું બનાવવાને ખરચ આવતું હતું. મજૂરોને મજૂરી આપવી પડતી હતી. એટલે તેને ઉત્પાદન-ખરચ વધારે આવતે પણ ગેલારાણાઓને તે માત્ર શ્રમ કરવાને હતે. મીઠાના અગર કુદરતી હતા. દરિયાનું પાણી તેમાં આપમેળે ભરાતું, અને સૂરજના તાપથી મીઠું બની જતું, એટલે ઉત્પાદનખર્ચ શૂન્ય હતું.
યાંત્રિક કારખાનું માનવીય શ્રમ પાસે હારી ગયું. કારખાનાના મીઠા કતાં ગોલારાણાઓએ પકવેલું મીઠું સસ્તુ અને વધુ સારું હતું. કારખાનાના માલિકે રાજ્ય પાસે ધા નાખી. દીવાનના પુત્રને પિતાના કારખાનામાં મેનેજરની જગાએ ગોઠવ્યું. એટલે દીવાન સાહેબે રાજવીને સલાહ આપી કે ઉદ્યોગને રક્ષણ આપવું એ તમામ સુધરેલાં પ્રગતિશીલ રાની નીતિ છે. માટે કારખાનાને મુશ્કેલીમાંથી બચાવી લેવા ગોલારાણાને મીઠું બનાવવાની મનાઈ કરે.
રાજવીને હુકમ બહાર પડી ગયા કે, ગોલારાણાઓને મીઠું બનાવવાની મનાઈ કરવામાં કરવામાં આવે છે. અગરેની આસપાસ પિલીસ અને લશ્કર ગેઠવાઈ ગયાં. હજારે ગોલારાણ બેકાર બન્યા. રાજ્યની જમીન ઉપર શ્રીમંતનું કારખાનું હતું, માટે કારખાનાદારે રાજ્યને દર વરસે અમુક રકમ ભાડા પેટે આપવાનું ઠરાવીને દીવાન સાહેબે રાજવીને ખુશ કર્યા. આ રકમ પણ મીઠાના ઉત્પાદન ખરચ. ઉપર ચડી. હવે મીઠાના ભાવ વધારી દેવાયા. એ મીઠું કુદરતી મીઠા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org