________________
८२
સમાજવાદી અર્થ વ્યવસ્થા મુજબ બાકીની પ્રજા એઘરપણાની, પાણીની તંગીની, અભૂખમરાની, અર્ધ નગ્નપણાની, રેશનની વિવિધ ચીન્ને માટે લાઈનમાં ઊભા રહેવાની, વિવિધ રાગાની સમાન વહેંચણી કરી લેવાની દિશામાં આગળ વધી રહી છે.
દુઃખાની, યાતનાઓની આ સમાન વહેંચણીના, અને મૂડીવાદીસામ્યવાદી–સમાજવાદી જુલમેાના હિંસાના સીમાડા દિવસે દિવસે વધુ ને વધુ વિસ્તૃત થઈ રહેલ છે. આ સંઘ એક દિવસે જગતને અણુયુદ્ધ અને લેસર કિરણાના યુદ્ધમાં હોમી દેશે. લેસર-યુદ્ધ જગતની તમામ સંપત્તિ અકબ’ધ રાખશે, પણ તે ભાગવવા લેસર-યુદ્ધ લડનારા પોતે પણ હયાત નહિ હોય. તમામ માનવવસતિની સાથે તેઓ પાતે પણ લેસર કિરણા વડે ઓગળી ગયા હશે. ભારતે આ સ્થિતિ ટાળવી હોય તે તેના મૂડીપતિઓએ ત્યાગની ભૂમિકા પર ક્રીથી આવી જવું પડશે. સામ્યવાદીઓએ વર્ગવિગ્રહ જગાવનારા અને સમાજવાદીઓએ નફાની સમાન વહેંચણીના ધખારા છેડી દેવા પડશે. અથ્થા તેમના ઉત્પાદનનાં તમામ સાધના, તમામ માલસામાન, તમામ મૂડી અહી અકબંધ મૂકીને પાતે સહકુટુંબ લેસર કિરણામાં ઓગળી જવાની તૈયારી રાખવી પડશે.
મૂડીવાદ
ધર્મના નામે યુદ્ધ નથી થયાં ધર્મ પ્રત્યેની હિંદુ પ્રજાની ભાવના ભારે ઉગ્ર હતી. એ ઉગ્ર ભાવનાએ ઇસ્લામના ધસારાને થંભાવી દીધેા. ઇસ્લામ જે ઝડપથી વિશ્વમાં ચારે દિશાએ ફરી વળ્યા, તે ઝડપ હિંદુ સામે અથડાતાં થંભી ગઈ. યુરોપ, આફ્રિકા અને છેક ઇન્ડોનેશિયા સુધી વાવાઝોડાની માફક ધસતાં ઈસ્લામી ધાડાં કાબુલ પાસે ખસેા વરસ સુધી અટકી પડયાં હતાં. ત્યાર પછી તેઓ જેમ જેમ ભારતમાં આગળ વધ્યાં તેમ તેમની સામે કેસરીઆ કરનારા વીશ અને જૌહર કરનારી વીરાંગનાઓને પ્રતિકાર આવી પડ્યો.
ભારતમાં તેમને એક હજાર વરસના વસવાટ પણ ભારતની પ્રજાને ઇસ્લામી બનાવી શકયો નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org