________________
૫૦
ભારતમાંથી જ ઇગ્લેંડ ગઈ હતી, અને ત્યાંથી રૂપાંતર થઈને પાછી અહીં આવતી હતી અને આ દેશને ધનપ્રવાહ ખેંચી જતી હતી. આપણા દાનવીરેના દાનને પ્રવાહ રૂપાંતર પામીને પરદેશ જઈ રહ્યું હતું.
* ડાક્ટરને એકરાર આ બાબત વિષે એક વયેવૃદ્ધ એમ. ડી. ડકટરે મને ગળગળા અવાજે પિતાની નીચે મુજબ વાત કરેલીઃ
મારાં માબાપ મારી બાળવયમાં જ મૃત્યુ પામ્યાં. મારી વિધવા દાદીમાએ મને ઉછેર્યો. અમારી નાતમાં મેટ્રિક થનાર હું પહેલે જ હતો એટલે મારાં સગાંવહાલાં તરફ પણ હું તુચ્છકારની દષ્ટિથી જોવા લાગ્યા... હું કેટ-પાટલૂન અને હેટ પહેરી હાથમાં અંગ્રેજી છાપું રાખી ગામમાં રૂઆબથી નીકળતું ત્યારે મારી આસપાસના દેશી પિશાક પહેરેલા અને અંગ્રેજી ન ભણેલા કે પ્રત્યે મને સૂગ ચડતી અને જાણે કે હું તમામ લેકેથી કંઈક વધુ ઊંચું , એવી મગરૂરીથી મારું મન ભરાઈ જતું.
પછી મેં ડોકટરી લાઈન લીધી. હવે તે હું મારી જાતને ખૂબ જ મહાન માનવા લાગ્યું. એક દિવસ અમારા ઘરમાં બહારગામથી. સગાંઓ આવ્યાં હતાં, તેમાં એક છેકરાને તાવ આવે. મારાં દાદીમાએ તેને કડુક્કરિયાતું ઉકાળીને પિવડાવ્યું. મને એ ખબર પડી અને મારે
આ જંગલીઓ તરફને ક્રોધ અને તિરસ્કાર માઝા મૂકી ગયાં. ' મેં મારાં દાદીમાને “રાંડ રાંડ' કહીને ગાળો દીધી. સગાંઓને પણ
તમે બધાં જંગલી પશુઓ છે” કહીને ખખડાવ્યાં. તે વખતે મને લાગ્યું કે આ નરપશુએ કડુ કરિયાત જેવી જંગલી દવા પિવડાવીને જગાલિયતની હદ વટાવી ગયાં છે.
ભારતમાં આવા જંગલી ઉપચારથી દર વરસે કેટલા માણસો. માર્યા જતા હશે એ વિચારથી મારું મગજ ધમધમી ગયું. ઘરનાં બધાં બિચારાં ગુપચુપ રડીને બેસી રહ્યાં. -
ભાવી ડેકટર અને હેટ પહેરેલા યુવકની સામે જવાબ આપવાની. પણ કેની મજાલ હેય !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org