________________
૪૪
પ્રજાની મૂળભૂત જરૂરિયાતાથી કાઈ વંચિત ન રહે એ રીતે દાનની વ્યવસ્થા થતી. પ્રજાની મૂળભૂત જરૂરિયાત એટલે ચાખ્ખી હવા, પીવા માટે સ્વચ્છ પાણી, ખાવા માટે સારુ પૌષ્ટિક અનાજ, પાષણ માટે તાજુ દૂધ અને શુદ્ધ ઘી, પહેરવા માટે કપડાં, રહેવા માટે પોતાની માલિકીનું મકાન અને કેળવણી.
દરેક માનવીની આ જરૂરિયાત સંતાષાઈ શકે માટે જલદાન, અન્નદાન, ગાદાન, વસ્ત્રદાન, ભૂમિદાન અને વિદ્યાદાનને બીજા દાનામાં અગ્રસ્થાન આપ્યું હતુ. તેમાં પણ જલપાન અને વસ્ત્રદાન સિવાયનાં બીજા દાન સુપાત્રને અપાતાં. પણ જલદાન અને અન્નદાન આપવા માટે પાત્ર એવાની જરૂર નથી. કોઈ પણ ભૂખ્યા કે તરસ્યા માણસને એ પાત્ર છે કે નહિ, તે જોયા વિના જ અન્ન અને પાણી આપી શકાય. ચાખ્ખી હવા લેાકોને મળે માટે રાજ અને શ્રીમતા માટાં વૃક્ષાનાં જીંડવાળા મોટા બગીચા ઉગાડતા અને સમાજ માટે તે ખુલ્લા મૂકતા.
.
પાણી માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વાવ, કૂવા, તળાવા ખાદાવી આપતા. તેમાંથી લાકે સહેલાઇથી પાણી ભરી શકે તેવી સગવડ માટે પગથિયાં, પગા કે એવારા બાંધતા. વાવ ઉપર ગરેડી કે રેટ પણ મૂકતા. અને બાજુમાં મેાટા હવાડા પણુ બંધાતા, જેથી પશુઆને પણ પાણી પીવા મળે. એ હવાડા દિવસમાં વારંવાર ભરાયા કરે માટે હવાડા ભરનાર પગારદાર માણસા પણ રાખતા. શહેરા અને કસખાએમાં ચારે ને ચૌટે હવાડા બંધાવીને દિવસમાં વારંવાર ભરવા માટે નાકાની વ્યવસ્થા કરતા, મુસાફ્ા માટે તેમના આવવા-જવાના રસ્તાની ત્યારે વાવ, ખાજુમાં હવાડા, વિસામેા લેવા માટે ચારે અને તડકાથી ખચવા ખાજુમાં મેટું ઝાડ વાવીને મુસાફરો માટે આરામની વ્યવસ્થા કરતા. દૂર જંગલામાં પણ પાણીની પરબ માંડતા.
અન્નદ્વાનની શરૂઆત ખેતરમાંથી જ થતી. ખેડૂત પોતાના તૈયાર થયેલા પાકમાંથી સહુ પ્રથમ ગામના મ ંદિર માટે અને ગામમાં આવતા અતિથિએ માટે અનાજના અલગ ભાગ કાઢતા. દરેક શહેર અને કસબામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org