________________
૩૦૨ આ પ્રમાણે આપણા જીવનમાં ફેરફાર કરવાથી આપણે ખોરાકની ટેવ બદલવાથી, આપણા દાનના પ્રવાહ અને જીવદયાની દષ્ટિ બદ લવાથી આપણી તંદુરસ્તી સુધારી શકીશું. ખાંડ ખરીદવાની ચિંતામાંથી અને ચાના વધતા ભાવ જોઈને ધ્રુજારી અનુભવતાં અટકી જઈશું. આપણા ખર્ચમાં ગણનાપાત્ર ઘટાડો કરી શકીશું અને શેષણખોર સામે એક પ્રચંડ પડકાર ઊભું કરી શકીશું.
ઉપસંહાર ધાર્મિક જીવન જીવવાને, સંસ્કૃતિને વફાદાર રહીને જીવવાને, સાચી સમૃદ્ધિ અને સાચું સુખ મેળવવા અને સાચી શાંતિ મેળવ - વાને એક જ ઉપાય છે, પશુઓને અભયદાન આપી તેમનું સંવર્ધન કરવાને.
પશુઓને સંપૂર્ણ સંહાર થશે તે દિવસે હિંદુ પ્રજાની હિંદુઓ - તરીકે હસ્તી નહિ હોય. કદાચ તેઓ બીજી પ્રજાઓના કાયમના ગુલામ બની ગયા હશે.
આના ઉપાય માટે–
(૧) હાલના સંજોગોમાં માનવતાને દષ્ટિકોણ બદલ્યા સિવાય પશુઓ બચી શકશે નહિ.
(૨) દાનને પ્રવાહ કોલેજો અને હેસ્પિટલ તરફથી પાછો વાળો.
તેમ નહિ કરે તે પશ્ચિમી સંસ્કૃતિ અને પશ્ચિમી વિચારધારાના ભક્તો, પશુઓની હિંસામાં રાચનારા, લેહીમાંસના અને દારૂના વેપારના સમર્થ કે, પશુઓની કતલની યેજના ઘડનારા, તેવી જનાઓનો અમલ કરનારા, આવી યેજના માટે અબજો રૂપિયાના ખર્ચને મંજૂરી આપનારાઓ તમારા દાનના પૈસામાંથી ચાલતી કોલેજમાંથી ઘડાઈને હજારે લાખોની સંખ્યામાં બહાર પડયા જ કરશે. - તમારે હોસ્પિટલે ચલાવવી હશે તે હોસ્પિટલને દર્દીઓને પુરવઠે પૂરી પાડવે પડશે. લેકેએ બીમાર પડવું જ પડશે. બીમારી ફેલાવતા રાકને પ્રચાર કરે પડશે, માંસાહારને પ્રચાર કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org