________________
૨૯૫
* વળી ખરીફ અનાજ વધુ ઉગાડવાથી પશુઓને સારે ચારે મળશે, જેથી દૂધ અને શુદ્ધ ઘીને પુરવઠે વધશે.
વેપારીઓએ તેલની બળદઘાણીવાળાઓ સાથે પણ તેલની ખરીદીના કરારે કરીને, તેમને પ્રેત્સાહન આપીને તેલને મિલરના હાથમાં કોર્નર થતાં બચાવી લેવું જોઈએ. તેલમિલ દરેક શહેરમાં નથી હોતી.
મ્યુનિસિપાલિટીએ બહારથી આવતા મિલના તેલ ઉપર ભારે ઐકય નાખે અને એ રીતે સ્થાનિક બળદઘાણને રક્ષણ આપે. દરેક શહેરમાં એથી તેલને પુરવઠો વધશે અને માલ વિકેન્દ્રિત રહેવાથી ભાવો બહુ નહિ વધી શકે.
વેપારીઓએ મિલના આશ્રિત બનવાને બદલે બળદઘાણીઓને આશ્રય આપનારા જ બનવું જોઈએ.
નવાં ધર્માદા ટ્રસ્ટોએ કરવા યોગ્ય કામ - નવાં ધર્માદા ટ્રસ્ટો ઊભાં કરવાં જોઈએ. જીવદયાની આપણું નીતિમાં એ વાત પણ ઉમેરવી જોઈએ કે ટ્રસ્ટો એ ભેસેના પાલકે સાથે દૂધની ખરીદી કરવાના કરાર કરવા જોઈએ. અને ખરીદેલા દૂધમાંથી શુદ્ધ ઘી બનાવી છાશ ગરીબોને મફત અને જેને મફત ન લેવી હોય તેને પડતર ભાવે આપી દેવી જોઈએ. - જે હોસ્પિટલ અને કોલેજો માટે ધર્માદા ટ્રસ્ટો બની શકે તે આ સહુથી ઉપગી કાર્ય માટે ધર્માદા ટ્રસ્ટો શા માટે ન બનાવાય? આવાં ધર્માદા ટ્રસ્ટ શરૂ કરીને આપણાં ધર્મ, સંસ્કૃતિ, સ્વાચ્ય અને જીવનજરૂરિયાતની ચીજો ઉપર પ્રબળ બનતા જતા હુમલાને ખાળી શકાય.
આવાં ટ્રસ્ટી જુવાર બાજરાની ખરીદી કરીને લોકોને પડતર ભાવે રોટલા અને શાક ખવડાવવાનાં કેન્દ્રો શરૂ કરી શકે. અગાઉ આવાં કેન્દ્રોમાં સાધુઓને મફત જમાડતા.
પડતર ભાવે તેટલા શાક ખવડાવે તે હજારે નહિ, લાખે માણસે તેને લાભ લેશે અને તેથી ખરીફ પાકનું જે ઉત્પાદન વધશે તેને લાભ સમગ્ર પ્રજાને મળશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org