________________
૨૭૫
લાકડાના હાથા જોઈએ. રેટિયા અને હાથશાળ ચાલુ થાય તે પહેલાં જ સુથારની રછ રેટિયા બનાવવાથી શરૂ થઈ જાય.
પરદેશે અને મેટા ઉદ્યોગોના માલનો બહિષ્કાર કરે બીજા પણ એવા મેટા પાયા ઉપરના ગૃહ ઉદ્યોગે છે જે સુથાર વિના ચાલી શકે નહિ. આજે એ તમામ ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ ઉપર પંચવર્ષીય જનાઓનું બુલડોઝર ફરી વળ્યું છે એટલે એ ઉદ્યોગ બંધ પડ્યા છે. પ્રજા પિતાનું જ હિત વિચારીને એ પાછા સજીવન કરે. પિતાના અને પિતાનાં બાળકના ભવિષ્યના સુખ માટે પણ માત્ર ગૃહ ઉદ્યોગ, અને ગ્રામ્ય ઉદ્યોગને માલ જ વાપરે અને મોટા ઉદ્યોગના માલને બહિષ્કાર કરે, તે જ દેશમાં પાછું ખમીર પ્રગટે, ગરીબી હટે અને પ્રજા પરદેશી તેમ જ દેશી શેષણ ખેરેની નાગચૂડમાંથી મુક્ત બને.
લુહાર, સુથાર અને કુંભાર એ ત્રણે ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગની કરોડરજજુ છે. તેમની સહાય વિના ન ખેતી થાય, ન ઉદ્યોગો ચાલે. ખેતીને સસ્તી બનાવવામાં પણ તેમને માટે હિસે છે. ગામમાં બનતાં ખેતીનાં ઓજારો બહારથી આયાત થતાં એજાર કરતાં સસ્તાં પડે. તેના કરતાં પણ મોટો ફાયદો એ કે એ ઓજારની ખરીદી માટે ખેડૂતેએ ખરચેલા પૈસા એ જ ગામમાં રહે છે. ગૃહ ઉદ્યોગ કે ગ્રામ્ય ઉદ્યોગો દ્વારા લેકેનું શેષણ નથી થતું, પિષણ થાય છે. ઉપરના ત્રણે વર્ગના કારીગરોને આવર્ગ, નીંદામણ અને કાપણીના સમયે કામ કરીને પૂરક આવક મેળવે છે. તેઓને તેમની મહેનતના બદલામાં રૂપિયાને બદલે અનાજ આપવામાં આવે તે અનાજના પાકને બહુ મોટો જથ્થો મોટા વેપારીઓની વખારેમાં સંઘરે થવાને બદલે લાખે કુટુંબમાં વહેંચાઈ જાય. તેના ભાવ ન વધે, તેને બગાડ એ છે થાય.
કુંભાર ગામડાંઓમાં ગાર-માટીનાં ઘરો બાંધી આપે છે. રસોઈ માટે ચૂલા, તાવડી, હાંડલાં, ફૂડ, પાણીનાં માટલાં વગેરે બનાવે છે. ઉપરાંત રહેઠાણે માટે નળિયાં બનાવે છે. એવી દલીલ કરવામાં આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org