________________
૧૬૧
લાગતાં તેની અસર આજુબાજુનાં સ્થળ ઉપર પણ પડી. અને તમામ જલાશયનું પાણી ઓછું થઈ જમીનની નીચે ઊંડું ઊતરવા લાગ્યું. એટલે ટયૂબવેલના પ્રોજેક્ટ વડે પાણી ઝપાટાબંધ ખે’ચી લઈને પાણીના તળને જમીન નીચે હજાર ફૂટ સુધી ઊંડું ધકેલી દીધુ. એટલે હવે એ ખાલી પેાલાણમાં, જમીન નીચે દરિયાનું પાણી ધસી આવે છે.
વૈજ્ઞાનિક વિકાસના નામે પશ્ચિમી શાષક અથશાસ્રના આધારે આયાજકોએ નદી સુકાઈ જવા દઈને તેમાં મોટા જળમધ બાંધ્યા અને કુદરતે જમીન નીચે બનાવેલી સરવાણી રૂપી નહેશ સુકાઈ જવા દઈને જમીન ઉપર નહેશ રૂપી માનવકૃત નદીએ ખાદી. પિરણામે ઢાકાને પાણી મળવાને બદલે તેઓ પાણીના દુકાળ અને અમાનવીય કરવેરા નીચે ભી'સાતા ચાલ્યા અને પાણીને બદલે પૈસાનાં પૂર વહેવા લાગ્યાં સિમેન્ટ, સ્ટીલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગાનાં ઘરમાં.
જમીનની નીચેથી ધસી આવતું દરિયાનું પાણી, જમીનની ઉપર ધસી આવતી દરિયાની રેતી અને દરિયા ઉપરથી આકાશમાં ફૂંકાતા ખારા પવન જમીનને એક દિવસ સહરાના રણ જેવી અને ખારી બનાવી દેશે. અને ત્યારે જ પ્રજાને એ મુસીબતના ખ્યાલ આવશે, પણ ત્યારે તે બહુ મોડું થઈ ગયું હશે. ત્યારે પ્રજાએ હિજરત કરવાના સમય આવ્યે હશે. પણ હિજરત કયાં કરવી એ જટિલ પ્રશ્ન હશે.
સરકારને હાથે ખાર્ડ પડતા આ વિરાટ પ્રશ્ન હવે પ્રજાએ પેાતાના હાથમાં લેવા જોઈએ. દરેક ગ્રામ પ'ચાયતે પેાતાની હદમાં આવેલા તળાવ કે નદીને ૧૦ થી ૪૦ ફૂટ સુધી ઊંડાં ખોદી નાખવાં જોઈએ. દરેક સશક્ત ગામવાસીએ દિવાળી જતાં જ હાથમાં કઢાળી અને પાવડો લઈને નીકળી પડવું જોઇએ અને રાજ અમુક સમય પેાતાના અને પેાતાના ગામના હિતની ખાતર નદીનું તળ ખાદી આપવું જોઇએ. જે અતિશય ગરીબ છે, કામધા ન મળવાથી અધભૂખ્યા પેટે જીવે છે તે પૂરી સમય સેવા આપે, અને શ્રીમત તેમને રાજ માથાદીઠ એક કિલેા અનાજ આપે. નદીમાંથી માટી નીકળે તે ખેડૂતોને લિલામ કરીને આપી દેવાય. એ માટીથી ખેતરની ફળદ્રુપતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org