________________
૨૨૮
તેમણે ભેળપણ અને ઉદાર દિલથી અંગ્રેજોને બનતી બધી વેપારી સગવડો આપી. તેઓ ગરીબ પ્રજા છે, જાણીને અને તેમનું રક્ષણ તેઓ કરી શકે માટે નાનું લશ્કર રાખવાની પરવાનગી આપી હતી. આ સંરક્ષણ-લશ્કરના સૈનિકો હિંદી હતા, પણ તેમના અમલદારે અંગ્રેજ હતા.
ભારતના રાજાએ અંદર અંદર ઝઘડતા ત્યારે એક યા બીજા રાજાના પક્ષે અંગ્રેજે પિતાના લશ્કરની મદદ આપતા અને વિજ્યી. થાય ત્યારે તેના બદલામાં પિતાને વધુ સહાયરૂપ થાય તેવી નવી સંધિઓ, કરી લેતા.
લડતા રાજાઓ નબળા પડે ત્યારે અંગ્રેજો દાદાગીરી પણ કરવા લાગ્યા, અને તેમને દબાવીને નવી નવી સંધિઓ કરવા લાગ્યા. આવી સંધિઓમાં ભારતને માલ એક રાજ્યની હદમાંથી બીજા રાજ્યમાં જાય કે પરદેશ જાય તેની ઉપર વીસ ટકા જકાત, નાખવી, હિદી વેપારી કે હિંદી વણકર સામે વેપારી વાધ પડે તે તેને નિકાલ અંગ્રેજોની કેડીની અંદર અગ્રેજી કોર્ટમાં જ થઈ શકે, અંગ્રેજ વેપારી સિવાય
ચ, ડચ કે પોર્ટુગીઝ વેપારીને માલ ન વેચી શકાય એવી દરખાસ્ત રહેતી અને અંદરોઅંદર લડતા તેમ જ ઘણી વખત અંગ્રેજોની સહાયથી પ્રતિસ્પર્ધીઓને હરાવીને નબળા પડતા અને એશિયાળા બનતા રાજાએ આવી દરખાસ્ત સ્વીકારતા. પરિણામ એ આવ્યું કે ખરીદનાર પરદેશી વેપારીઓની માલ ખરીદવાની હરીફાઈ દૂર થતાં અને ફરજિયાત અંગ્રેજોને જ માલ વેચવે પડે એવી સ્થિતિ આવી પડતાં અંગ્રેજે. ખૂબ નીચા ભાવે માલ પડાવી લેવા લાગ્યા.
બંગાળના નવાબ મીર કાસમે અંગ્રેજોની આવી દરખાસ્ત ફગાવી. દીધી એટલે તેની સામે તેમણે યુદ્ધ જાહેર કર્યું. મીર કાસમ કુશળ સેનાપતિ હતા. તેની પાસે હિંદી બનાવટની તેપ અને બંદૂક હતી જે અંગ્રેજોની બ્રિટિશ બનાવટની તે અને બંદૂકે કરતાં ખૂબ ચડિ. યાતી હતી. પણ તેના તપખાનાના અમલદારે ખ્રિસ્તી હતા. લડાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org