________________
૨૨૭ અહી પૈસે કિલેને બદલે અઢીથી આઠ રૂપિયે કિલે વેચાય છે. જ્યારે બીજુ અનાજ ૨૦ થી ૨૫ પૈસાનું કિલે મળતું તે આજે ૪૦ થી ૫૦ રૂપિયે ૨૦ કિલે મળે છે!
ખાદીના અર્થશાસ્ત્ર અને યાંત્રિક હિંસક અર્થશાસ્ત્ર વચ્ચેને આ તફાવત છે.
ઈ. સ. ૧૮૫૯ અને ૧૯૦૧ના ૪૨ વરસના ગાળામાં બ્રિટિશ કોએ અહીંથી ૬ અબજ ૩૧ કરોડ રૂપિયાનું રૂ, ૧ અબજ ૨ કરોડ ૮૧ લાખ રૂપિયાનું શણ, ૪ અબજ ૧ કરોડ ૫ લાખ રૂપિયાનું અનાજ, ૧૪ અબજ રૂપિયાનું ચામડું અને ૧૨ અબજ ૩૧ કરોડ ૪ લાખ રૂપિયાનાં તેલીબિયાં નિકાસ કરી નાંખ્યાં. અહીં તેમણે કાપડ અને સૂતરની મિલ પણ શરૂ કરી હતી. તેનું પ૯ કરેડ ૭ લાખ રૂપિયાનું કાપડ નિકાસ કર્યુંપણ તેની સામે ૭૫ કરોડ ૯૩ લાખ રૂપિયાના સૂતર અને પાંચ અબજ ૬૬ કરોડ રૂપિયાના કાપડની આયાત તે માત્ર ૧૮૭૮ થી ૧૯૦૧ વચ્ચેના ગાળામાં જ કરી.
(આધાર: આર. સી. દસ કૃત હિંદને આર્થિક ઈતિહાસ, ભાગ બીજે, પાનાં ૨૪૯, ૨૫૦, ૩૮૭, ૩૮૯) - અનાજની નિકાસ કરીને અંગ્રેજોએ કરડે માણસને અર્ધભૂખ્યા જીવવાની સ્થિતિમાં મૂકી દીધા. ઉપરાંત પશુઓને દાણે પૂરતા પ્રમાણમાં ખવડાવવાનું મુશ્કેલ બનાવ્યું. તેલીબિયાં નિકાસ કરીને અહીં બળદઘાણીના તેલ ઉદ્યોગને ખતમ કરી બેકારી વધારી, તેલના ભાવ વધાર્યા. પશુઓ માટે અને જમીનને ખાતર માટે ખેળ મેળવવાનું મુશ્કેલ બનાવ્યું. વધારામાં આપણા દેશના ખેળ વડે તેમણે પિતાનું પશુધન સમૃદ્ધ બનાવ્યું. પિતાની જમીનને પોષણ આપ્યું.
ખાદી સામે અંગ્રેજોને ચક્રટ્યૂહ
ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાની કુશળતા સર ટેમસ રે ઇંગ્લેન્ડની સરકારના એલચી તરીકે શહેનશાહ જહાંગીરના દરબારમાં આવ્યું ત્યારે ઇંગ્લેન્ડના રાજા તરફથી શહેનશાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org