________________
-
રાત્રે
ખાદી ઉપર આખરી ફટક હવે આપણે આપણે ખાદી ઉદ્યોગ કેવી ઝડપથી તૂટયો તે જોઈએ.
ઈ. સ. ૧૭૫૭ની ૨૩મી જૂનને દિવસે બંગાળને નવાબ સિરાજઉદ્દૌલા પ્લાસીની લડાઈમાં હાર્યો. કારણ કે તેના તમામ અમીર ઉમરાવે અને સેનાપતિઓ પંજાબી વેપારી અમીચંદના પૈસાથી ખરીદાઈને અંગ્રેજતરફી થઈ ગયા હતા. ત્યારથી ઈ. સ. ૧૮૦૧ના સમય સુધીનાં ૪૪ વરસમાં તે અંગ્રેજોએ વિશ્વાસઘાત, દગોફટકા અને લાંચરુશવતથી તેમ જ હિંદી રાજાઓની અંદર અંદરની લડાઈઓ, ઉદારતા, ભેળપણ વગેરેને લાભ લઈને સુરતથી કલકત્તા અને મદ્રાસ રાજયમાં પિતાની સત્તા અને ધાક બેસાડી દીધી. જેથી આગળ લખાઈ ગયું છે તેમ પ્રજા ઉપર જુલમ ગુજારી શક્યા. તેમને આ અમાનુષી જુલમ ગુજારતાં કઈ પડકારી શકે તેમ ન હતું.
ઉપરાંત હિંદુસ્તાનનાં તમામ બંદર ઉપર તેમને અધિકાર સ્થાપિત થઈ ચૂક્યો હતો, એટલે પરદેશ સાથેના વેપાર ઉપર તેઓ ધારે તેવી જકાત ઠોકી બેસાડીને દેશનું ધન ચૂસી શકતા હતા.
ઈ. સ. ૧૮૧૩માં એકલા કલકત્તા બંદરેથી બે કરોડ રૂપિયાના કાપડની નિકાસ થઈ હતી. પરંતુ રેટિયા અને વણકરની સાળો અંગ્રેજી જુલમથી ભાંગી પડ્યાં ત્યારે દેશમાં કાપડની જે અછત પેદા થઈ તેને લાભ લેવા ૧૮ર૩થી બ્રિટિશ બનાવટના કાપડની આયાત તેમણે શરૂ કરી.
૧૮૨૪માં ૧ લાખ ૨૧ હજાર રતલ સૂતર આયાત કર્યું. આ આયાત ૧૮૨૮માં વધીને ૪૦ લાખ રતલ સુધી પહોંચી. અને ૧૯૩૦માં તે બે કરોડ રૂપિયાનું બ્રિટિશ કાપડ કલકત્તાને બંદરે આવ્યું. એટલે બ્રિટનની પ્રજા ૧૮૧૩માં બે કરોડ રૂપિયાની ભારતની ખાદી પહેરતી. હતી તેને બદલે ૧૮૩૦માં ભારતની પ્રજા બ્રિટિશ બનાવટનું બે કરોડ રૂપિયાનું કાપડ પહેરતી થઈ ગઈ. (આર. સી. દત્તકૃત હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ-ભાગ ૧, પાન નં. ૨૦૨)
ઈંગ્લેન્ડને માલ ભારતનાં બંદરેએ આવે તેના ઉપર માત્ર અઢી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org