________________
૨૦૦
કારણ કે કાશી કાપડ-ઉત્પાદનનું બહુ મોટું કેન્દ્ર હતું. અને એ કાપડ ભરૂચના બંદરેથી પરદેશ જતું. કંદહાર અને મગધને જોડતે બીજે ઘેરી માર્ગ હતે. કારણ કે મગધ પણ કાપડ-ઉત્પાદનનું વિશાળ કેન્દ્ર હતું અને પગરસ્તે કંદહાર થઈને તે કાપડ ઈરાન, સીરિયા વગેરે સ્થળે પહોંચતું. . આવા અનેક ધોરી માર્ગો કાપડનાં ઉત્પાદક-સ્થળે અને બંદરોને સાંકળી લેતા બંધાયા હતા. આસામથી સૌરાષ્ટ્ર અને સિંધ, તેમ જ કાશમીરથી કન્યાકુમારી સુધી વેપારી વણજારે માટે ધોરી માર્ગો હતા અને તમામ બંદરે માલના ઉત્પાદક પ્રદેશે સાથે ધેરી માર્ગથી જોડયેલાં હતાં.
માંડવી, ગાવી, ખંભાતથી છે દક્ષિણમાં કે ચીન અને કાલિકટ અને ત્યાંથી ફરીથી ઉપર ચડતાં મદ્રાસ, વિશાખાપટ્ટમ, મછલીપટ્ટમ, એરિસાનાં અનેક બંદરોથી ભારતનું કાપડ સીરિયા, બૅમિલેન, ઈરાન, ગ્રીસ, રેમ, ઈજિપ્ત, સમરકંદ, ખારા, તુર્કસ્તાન, સુદાન, રશિયા, અને છેક ઇંગ્લેન્ડ સુધી અને પૂર્વમાં ચીન, જાવા, પિગુ, મલાક્કા અને જાપાન સુધી ભારતનાં તેમ જ વિદેશી વહાણમાં ભરાઈને જતું.
રેમ જ્યારે તેને સમૃદ્ધિના શિખરે હતું ત્યારે ત્યાંના લોકો ભારતની મલમલ, રેશમી કાપડ અને સેનાની જરીકસબના કાપડ ઉપર એટલા તે મુગ્ધ હતા કે ગમે તે ભાવ આપીને પણ એ કાપડ ખરીહતા, રેશમી કાપડ તે કાપડના વજન જેટલું સોનું આપીને ખરીદતા. આથી ત્યાંના શહેનશાહે આવા બારીક કાપડને નાગે પિશાક જાહેર કરીને તે પહેરવાની મનાઈ ફરમાવી.
ઢાકાની વિશ્વવિખ્યાત મલમલ ઇતિહાસને પાને એટલા માટે ચડી છે કે તે બનાવનારા કારીગરોએ અંગ્રેજોના જુલમથી ત્રાસી જઈને પિતાના હાથે પિતાના હાથના અંગૂઠા કાપી નાખ્યા હતા, જેથી કાપડ વણ શકાય નહિ અને અંગ્રેજ જુલમગારના જુલમથી બચી જવાય. પણ એવી જ મલમલ માલવા, આંધ્ર વગેરે સ્થળે થતી એવા ઉલ્લેખે જોવા મળે છે. પાણી અને હવામાનના ફેરફાર અંગે જુદા જુદા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org