________________
૧૯૮
ગેસલાઈન અને ખાદીથી મેટું કઈ વિજ્ઞાન નથી એ સત્ય સ્વીકારવું જ પડશે.
આકાશમાં વિનાશ વેરતાં જેટ વિમાને, જાસૂસી માટે ઊડતા ઉપગ્રહે, અણુભઠ્ઠીઓ અને રડાર યંત્રોને જ જે વિજ્ઞાન તરીકે સ્વીકારવાં હોય તે એટમ બેઓ વડે નાશ પામવા તૈયાર રહેવું જ પડશે. કારણ કે આ બધું વિજ્ઞાન નથી; વિનાશના પડછાયા છે. ' ખાદી: એક વિરાટ આર્થિક-સામાજિક શક્તિ
ખાદી એ માત્ર સફેદ જાડું બરછટ કાપડ નથી પણ તે એક મહાન આર્થિક, સામાજિક, અને ધાર્મિક શક્તિ છે, તેની જાણકારી તે પ્રજાને નથી પણ તે વિશ્વભરનાં બજારે ગુમાવતી આખરે ભારતમાંથી પણ કેમ નાશ પામી તેની જાણકારી પણ નથી. ,
પ્રજા તે એમ જ માને છે કે પશ્ચિમની યાંત્રિક મિલે સામે હાથકારીગરીનું મધું કાપડ ટકી શકયું નહિ, તેથી તેનું ઉત્પાદન બંધ થઈ ગયું. પરંતુ સત્ય હકીકત તેનાથી ઊલટી છે. ખાદી કેમ નાશ, પામી તે જાણ્યા પહેલાં તે કેવી રીતે વિશ્વના કયા કયા પ્રદેશે સુધી પહોંચી ગઈ હતી તે જાણવું જોઈએ. એના વિગતવાર વર્ણનથી તે એક મેટું પુસ્તક ભરાઈ જાય એટલે અહીં તેની માત્ર રૂપરેખા જણાવીને જ સંતોષ માનવો પડશે.
ખાદીની શરૂઆત છેક વેદકાળથી થઈ છે મનુસ્મૃતિમાં વણાટ અને વણકરેના નિયમ જોવા મળે છે. ત્યાર પછી રચાયેલી શુક્નીતિમાં પણ વસ્ત્રો અને વણકર વચ્ચેના નીતિનિયમ જોવા મળે છે.
મનુસ્મૃતિ, જાતક કથાઓ અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપરથી એમ જાણવા મળે છે કે રેંટિયે અનાદિ કાળથી ગરીબેને સંકટમાં સહાયરૂપ થતું આવ્યું છે. રટિયે કાંતીને અનેક સ્ત્રીઓએ આતના વખતમાં કુટુંબનું પાલનપોષણ કર્યું હોવાના પ્રસંગે ઉપર લખેલા પુસ્તકોમાં જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org