________________
નસીબજોગે તે જ વખતે ત્યાંથી મશરૂ રબારી નીકળે. તરત શેઠે તેને બૂમ મારી બોલાવ્યું અને ગાય તથા ડોક્ટરની સલાહની હકીકત કહી અને કોઈ ઉપાય હોય તે બતાવવા કહ્યું. મશરૂએ ગાયને -તપાસી, તરત સામે ઝાડીમાં ઉગેલી અમરવેલ લઈ આવ્યો. તેને ઉકાળીને તેની વરાળને શેક આપે. ગાયના રખવાળને સૂચના આપી કે બપોરે અને સાંજે આ પ્રમાણે શેક કરજે. હું સવારે આવીને જઈ જઈશ.
બીજે દિવસે સવારે મશરૂ આવ્યું ત્યારે ગાય સાવ સારી થઈ ગઈ હતી. દૂધ દેહી લઈને રખવાળ વાછડાને ધવડાવતે હતે.
મશરૂને જોઈ શેઠ ખુશખુશાલ થઈ ગયા. રૂપિયા ત્રણસની નેટ તેમણે મશરૂ સામે ધરી.
મશરૂ કહે, “શેઠ! એ મારાથી ન લેવાય. પશુએ તે અમારી " જીવાદોરી કહેવાય. અમારી આખી કોમ પશુઓના આધારે જીવે છે. પછી તે ગાય હોય કે ભેંસ, અથવા ઘેટાં-બકરાં હેય. એટલે કેઈ પણ પશુ માંદુ પડે તે તેની સારવાર કરવાને અમારે ધરમ. માટે એ રૂપિયા મને ન ખપે. - “આ પશુઓ છે તે અમે છીએ. અને પશુઓ છે તે અમારો અને તમારે સંબંધ છે. હવે તમારા ભણેલા, ઢેરે કાપવા - લાગ્યા છે, તેમાં અમારી કેમ બેકાર બનતી જાય છે. પણ જ્યારે રે - રહેશે જ નહિ ત્યારે અમારી જીવાદોરી કપાઈ જશે. અને ત્યારે આજે અમારી લાગે અમારે ખભે શોભાની પડી છે તે સમાજની સલામતી જોખમાવી દેશે. કારણ કે અમારી પાસે આવવાને બીજે કઈ કસબ નથી.
ઠીક ત્યારે, શેઠે રામરામ” કહીને મશરૂ ચાલતે થ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org