________________
૧૮૫ તરત ક્ષણને વિચાર કર્યા વિના બબલા શેઠ બોલ્યા, “મહારાજી! હુઈ હવેલી.”
મહારાજશ્રી કહે, “નહિ, બબલા શેઠ, મેં હવેલી બનાવવાનું નથી કહ્યું, પણ આ તે મકાનનાં વખાણ કર્યા.”
બબલા શેઠ કહે, “નહિ મહારાજશ્રી, આપના શ્રીમુખેથી જે નીકળ્યું તે જ થશે. ભગવાનની અહીં આવીને વસવાની ઈચ્છા હશે, એટલે જ આપશ્રીથી બોલી જવાયું. માટે આજથી એ શ્રી ભગવાનને અર્પણ કરું છું અને આપ એમાં હવેલી બનાવો.”
એ હવેલી આજે પણ પોરબંદરમાં શ્રીગોપીનાથજીની હવેલી તરીકે પ્રખ્યાત છે.
બબલા શેઠ ત્યાર પછી પિતાના પૂર્વજોના ચારપાંચ ખંડવાળા માનમાં જ રહ્યા. એ મકાન પણ હજી મેજૂદ છે.
ક્યાં આજના જરા પૈસે મળતાં જ ફાઈવ સ્ટાર હોટલ અને અમેરિકાના પ્રવાસમાં દેડકા જતા શ્રીમંતે અને કયાં પિતાની મિલકત પ્રભુચરણે ધરી દેનારા અને નેકરેની કાળજી કરનારા શ્રીમતે? બે વિચારસરણીએ વચ્ચેને આ જ માત્ર ફરક છે.
૨૧] સમાજદર્શન ૧૫૧ની સાલના ડિસેમ્બર માસની એક સવારે બેરીવલીના બંગલાના ચોગાનમાં લેકોનું ટોળું ભેગું થયું છે. આજનું બોરીવલી તે માનવ-મહેરામણથી ભરાય છે. તે સમયે તે આજની સરખામણીમાં ઉજજડ લાગે તેવું હતું. ત્રણે દિશાઓ ઝાડીએ ઘેરાયેલી હતી. - બંગલાના ચોગાનમાં ગાય તરફડે છે. તેને આડું આવ્યું છે. હજી ૧૫-૨૦ દિવસ પહેલાં જ શેઠે આ ગાય ૧૫૦૦ રૂપિયા આપીને ખરીદી છે. સૌરાષ્ટ્ર પંથકની આ સુંદર જાતવાન વેડકીએ ૧૫ દિવસમાં તે આખા કુટુંબને પ્રેમ સંપાદન કરી લીધું છે. આખું કુટુંબ 'ઉદાસ થઈને ઊભું છે. - પશુઓનું દવાખાનું ર૦ માઈલ દૂર છે. ત્યાં લઈ જવાની સગવડ નથી. હાલત પણ નથી. એટલે ડોક્ટરને ટેલિફેન કરી બોલાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org