________________
૧૪
અહીં લાવે છે, અને બેચાર વરસમાં આ યુવતીએ પિતાનું રૂપ, યૌવન ગુમાવી દે એટલે તેમને સમાજના કઈ અંધારા ખૂણામાં જીવન ગાળવા ફેંકી દેવામાં આવે છે.
- તે જ પ્રમાણે ગામડાઓમાંથી શ્રેષ્ઠ દુધાળ જાતની નાની કીઓ (હેડકી એટલે પ્રથમ વખત વિયાયેલી ચાર વરસની ઉંમરની ગાય.) જે દેખાવમાં સુંદર હોય, પુષ્કળ દૂધ આપતી હોય તેમને વીણી વીણીને શહેરની ડેરીઓમાં લાવવામાં આવે છે. ત્યાં છઆઠ મહિના સુધી તેના દૂધનું શોષણ કરીને તે વસૂકી જાય એટલે મોતને હવાલે થવા તલખાને વેચી મારવામાં આવે. તેને સ્થાને નવી દુધાળ વાટકીઓની ભરતી કરવામાં આવે. ડેરી જેનારને એમ લાગે કે કેવી સરસ ગાયે અહીં ઉછેરવામાં આવે છે. પણ બીજે વરસે એ ચહેરા જોવા મળતા નથી.
જે હાલત ગાયની તે જ હાલત ભેંસની પણ હોય છે. આ નિર્દય, અનાથિક અને રાષ્ટ્રદ્રોહી, ધર્મદ્રોહી, તેમ જ સંસ્કૃતિદ્રોહી પ્રવૃત્તિએ સારાં પશુઓની સંખ્યામાં અને તેમની દૂધ આપવાની ક્ષમતામાં ઝડપથી ભયજનક ઘટાડે કરી નાખે છે.
હરિયાણાના પ્રખર ધારાશાસ્ત્રી અને લોકસભાના સભ્ય શ્રી ઠાકરદાસ ભાર્ગવે ૧૫૮માં લખ્યું હતું કે સરકારની આ નીતિને કારણે હરિયાણામાંથી રોજનું ૧૫ થી ૨૦ શેર (શેર એટલે લિટર) દૂધ આપનારી ગાય અને ભેંસેની ઓલાદ સંપૂર્ણપણે નાશ પામી ચૂકી છે. અને મધ્યમ કક્ષાની રેજનું પાંચથી સાત શેર (અહીં શેર એટલે બંગાળી શેર = લિટર) દૂધ આપનારી ગાય અને ભેંસે જ જોવા મળે છે, જે કદાચ નજીકના ભવિષ્યમાં નાબૂદ થઈ જશે. - તે જ પ્રમાણે રોજના ૩૦ થી ૪૦ મણ (બંગાળી મણ = ૮૦ પાઉન્ડ) એટલે આશરે ૧૨૦૦ થી ૧૬૦૦ કિલો વજન સહેલાઈથી ખેંચી જનારા બળદો નાશ પામી ચૂક્યા છે અને માત્ર ૧૫ થી ૨૦ મણ (બંગાળી મણ) વજન ખેંચનારા બળદો જ જોવા મળે છે.. - સ્વાધીનતાનાં ૧૦-૧૫ વરસમાં જ ગાયની દૂધ આપવાની અને અળદેની શ્રમ કરવાની શક્તિનાં ૫૦ ટકાને ધરખમ ઘટાડો થઈ ગયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org