________________
ચિત્કાર નીકળી જાય છે. બીજી જ પળે તેના પેટ ઉપર તલવારને ઝાટકે પડે છે. બાઈના પ્રાણ ઊડી જાય છે. ચિરાઈ ગયેલા પેટમાંથી ગર્ભમાંનું બાળક બહાર ફેંકાઈ આવીને છિન્નભિન્ન દશામાં પડે છે. * ત્યાં તે એક બ્રાહ્મણ આવી ચડે છે. અને ધડાક કરતું એનું માથું ધૂળમાં રગદોળાવા લાગે છે.
કઈ માઈને પૂત એને પડકારનાર નથી, એવા અભિમાનથી લેહી નીંગળતી તલવાર લઈને એ પેલાં શબ તરફ જઈને ખડખડાટ હસે છે. એકીસાથે બ્રાહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યા કરનાર રાક્ષસ અચાનક ધ્રુજી ઊઠે છે. પાસે પડેલ દંપતીનાં નાનાં બાળકો તેમના માબાપની હાલત જોઈને પથ્થરને પણ પિગળાવે તેવી કરુણ ચીસે નાખીને પિતાના માથાં પટકે છે. એ કરુણ ચીસોએ બહારવટિયાની તમામ ક્રૂરતા ઓગાળી નાખી. એનુંય હૈયું આ ચીસોએ ભાંખી નાખ્યું. એને આંખે અંધારા આવવા લાગ્યાં. તે આ દશ્ય જોઈ શકયો નહિ. તેણે તલવાર ફેંકી દીધી અને ત્યાંથી નાઠે. મૂઠીઓ વાળીને નાઠો. જેમ જેમ પેલી કરુણું ચીસો સંભળાતી હતી... તેમ તેમ તેના પર પૂજતા જતા હતા. એ દૂર ને દૂર નાસી જવા પિતાનું બધું બળ ભેગું કરીને દેડી રહ્યો હતે.
હવે તેને ખ્યાલ આવતું હતું કે કેવાં અઘોર પાપ તેણે કર્યા હતાં.
પરંતુ આપણા રાજકર્તાઓ એ બહારવટિયાથી પણ વધારે નિષ્ફર છે. રોજ હજારે ગાયની કતલ, લાખે ઘેટાંબકરાંની કતલ, કરેડે મરઘાઓની કતલ, અબ માછલીઓ, દેડકાં, સાપ અને વિવિધ વનપશુઓની યાતનામય ક્તલ, કરોડો અધભૂખ્યા, અને માનવીએ, ઝૂંપડપટ્ટીઓમાં કરોડો માનવભંગારને ગંજ, હજારે ગર્ભપાત દ્વારા એકી સાથે બ્રાહત્યા, હત્યા અને બાળહત્યાનાં ફરતાભર્યા પાપી કાર્યો તેમના દિલને કંપાવી શક્તાં નથી. ઊલટું તેઓ તે માટે ગૌરવ અનુભવે છે. પિતાની સત્તાની સિદ્ધિ તરીકે વખાણે છે. અને આ બધાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org