________________
૧૩૨ મહેતાજી તે આભા બનીને જોઈ જ રહ્યા. ત્યાં તે શેઠે બીજે સવાલ પૂછ્યો, “મહેતાજી, ગામમાં તમારી શી લેતીદેતી?” મહેતા કહે “શેઠ, એ તે હું ગામમાં સમજી લઈશ. આશરે ૧૨૦૦ રૂપિયાનું દેવું છે. પણ વેપારીઓ સારા માણસ છે. તકાદે કરતા નથી. હું ડા. થોડા આપ્યા કરું છું.”
શેઠે રૂ. ૧૫૦૦ની નેટ મહેતાજીના હાથમાં મૂકી અને કહ્યું, . “જાઓ, હમણાં જ તમામ દેવું પતાવી પહોંચ લઈ આવે અને ઘટે તે બીજા લઈ જજે. વધે તે પાછા આપવાની જરૂર નથી, તમારી. પાસે રહેવા દેજે.”
મહેતાજી કઈ બેલવા જતા હતા ત્યાં શેઠ બોલ્યા “જયન્તીલાલ!' તમે આટલાં વરસથી મારી નેકરી કરે છે અને ગામમાં તમારા ઉપર દેવું હેય એ મારા માટે શરમ જેવું કહેવાય, માટે કાંઈ બોલશે નહિ. કાલથી નવી નોકરી ઉપર ચડી જાઓ. પણ દર મહિને જેમ તમારાં બાળકોની ફી અને ચેપડીના પૈસા લઈ જાઓ છે તેમ, લઈ જવાનું ચાલુ રાખો.
અને હવે જુએ તેને વિરોધાભાસ!!
પિપટલાલ સરકારી નેકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે તેની પાસે ફક્ત શેમાં જ એટલી મૂડી હતી કે વરસે એક લાખ રૂપિયા વ્યાજના આવતા. પાંચ શહેરોમાં મોટા આલીશાન બંગલા હતા. ઉપરાંત રોકડ, જરઝવેરાત તે જુદાં. પિતે વિશાળ કંપાઉન્ડમાં આલીશાન બંગલામાં રહેતા.
સાહેબ એક દિવસ જરા માંદા પડયા. ઠેકટર તેમની નાતને જ હતે. તે તબિયત લેવા આવ્યું. સાહેબ જરા મૂડમાં હતા એટલે ડોકટરે કહ્યું, “સાહેબ, એક વિનંતી કરવી છે.”
સાહેબ હસીને બેલ્યા, “બેલે, શું છે?”
ડૉકટર બેલ્યા, “પેલા ત્રિકમજીને તમે ઓળખે છે. સવગેરને છેકર, આપણી જાતને જ છે અને લેખક બજારમાં નોકરી કરે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org