________________
જો નવી પેઢીને પિતાનાં દુષ્કને જૂઠે બચાવ બતાડીને આંખે સ ઊધા પાટા ને બાંધવામાં આવે તે આ પેઢીના યુવાનો અને | યુવતીઓ પોતાની શક્તિને સન્માર્ગે વાળી શકે તેમ છે. અનેકનાં || જીવનના ઉદ્ધારક પણ બની શકે તેમ છે.
શું વડીલે પોતાની પકકડ મૂકશે ખરા ?
“ભારતે પ્રગતિ કરી છે; વિકાસ સાધ્યો છે, પ્રકાશ મેળવ્યો છે.” એવું ચારેબાજુ જોરશોરથી પ્રતિપાદન થઈ રહ્યું છે.
હું પણ તેમાં સંપૂર્ણ સંમત છું. સવાલ એટલે જ છે કે આ પ્રગતિ, વિકાસ અને પ્રકાશ કેન થયાં છે? એની સ્પષ્ટતા થઈ જવી જોઈએ. નહિ તે નવી પેઢી આ બુમરાણુથી ભુલાવામાં પડી જશે
મારી દષ્ટિએ હરામખેરી, ભેળસેળ, વિશ્વાસઘાત, છેતરપિંડી, વ્યભિચાર, નાસ્તિકતા, બેંગલપટતાના માર્ગે જોરદાર પ્રગતિ થઈ છે? જોરદાર વિકાસ થયો છે!
બાકી સદાચાર, પરાર્થે, પ્રેમ, ત્યાગ, તપ, તિતિક્ષા, કૃતજ્ઞતા વગેરે માગે તે આ દેશની બુદ્ધિજીવી પ્રજાએ કારમી પીછેહઠ કરી છે!
,
.
જે રામરાજ્ય સ્થાપવાની સહુ વાતો કરે છે તે એ વાત તો જાણે છે ને કે રામચન્દ્રજીએ હક્કથી મળતા રાજયને પણ લાત લગાવી હતી ! - આ પ્રજા ભલે હક્કનું જતું ન કરે; પણ હરામનું તે છોડે!
જે એટલું નક્કી કરે કે હરામનું કશું લેવું નહિ તે કળિકાળનું એ રામરાજ્ય જ કહી શકાય. - પરાજિત થયેલા હિટલરના પક્ષકારોએ ગોરાઓને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું હતું કે, “તમે અમારા બધાં શસ્ત્રો છીનવી લેશે તે ય તમારા તરફના ધિક્કારનું શસ્ત્ર જ્યાં સુધી અમારી પાસે છે ત્યાં સુધી તમે અમારી ઉપર વિજય હાંસલ નહિ કરી શકે !”
વાસનાઓએ આપણું ઉપર ગમે તેટલે વિજ્ય મેળવ્યો હોય પણ જ્યાં સુધી તેની તરફ ધિક્કારની નજર રાખશું ત્યાં સુધી તે વાસનાઓ વિય-વાવટો ફરકાવી શકે તેમ નથી ! વાસના પ્રત્યે જ ધિકાર ચાલુ રાખે ! એક દી તે જરૂર વિજય અપાવી દેશે.
પં. શ્રી ચંદ્રશેખરવિજયજી
IS
૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org