________________
૨૯:
આપણે ત્યાં પ્રમાણમાં બીમારી ઓછી છે. અને જે છે તે મુખ્યત્વે પિષણના અભાવે થતી બીમારીઓ છે. માંસાહારીઓમાં માંસાહાર દ્વારા મળતી બીમારીઓ ફેલાએલી છે.
જેમને ધર્મની દષ્ટિએ માંસાહારને બાધ નથી એવા ૯ કરોડ માનવીઓ ભારતમાં છે. હિંદુધર્મ માંસાહારની છૂટ નથી આપતો છતાં આશરે ૨૦ કરોડ હિંદુઓ એવા હશે જેઓ માંસાહારના નિષેધને અવગણીને માંસાહાર કરવામાં વાંધો નથી ગણતા. આમ ૨૯ કરોડ માંસાહાર તરફી પ્રજામાં રોજ કેટલા મનુષ્ય માંસ ખાય છે? માંસના ઉત્પાદન અને પશુહત્યાના આંકડા જોતાં એમ લાગે છે કે ભાગ્યે જ ૮૦ લાખ માણસને માંસ ઉપલબ્ધ છે. ઈડાંનું ઉત્પાદન એટલું છે કે મનુષ્ય જ એક ઈડું ખાય તો એક કરોડ ૪૦ લાખ માણસને તે પૂરાં પડે અને એટલાં ઈડ પેદા કરવા મરઘાઓને ૩ કરોડ માણ સોનું પેટ ભરાય તેટલું અનાજ ખવડાવી દેવું પડે છે.
કડો માણસે માછલી ખાય છે. જેમાં બંગાળીઓ, કાશ્મીરીઓ અને બીજા રાજ્યમાં શુદ્ર વર્ણ મુખ્યત્વે ખાય છે, પણ તે સ્વાદની ખાતર, જીવતા રહેવા માટે નહિ. જીવતા રહેવા માટે તેમણે પણ અનાજ ખાવું જ પડે છે. માછલી એ તેમને વધારાને ખર્ચ છે. પશુઓ એક જ વર્ષમાં કાપી નાખવાં છે? - જે આપણું ૬૦ કરોડની સમગ્ર પ્રજાને માંસાહાર તરફ વાળી લેવામાં આવે તો તેમને રોજનું ૫૦ ગ્રામ માંસ આપીએ તો વરસે ૧ કરોડ ૯ લાખ ટન માંસ જોઈએ અને આપણું કહેવાતાં ૩૧ કરોડ પશુએ એક જ વરસમાં કપાઈ જાય. પછી બીજે વરસે ખાવા માટે માંસ આયાત કરવું પડે, અને તમામ પશુઓને ખાઈ ગયા પછી આપણી ખેતી. વાહનવ્યવહાર વગેરેની શું સ્થિતિ થાય?
આપણા દૂધ-ઘની જરૂરિયાતને પહોંચી વળવા દુનિયાની તમામ, ડેરીઓ પણ શક્તિમાન બને નહિ. પછી આપણે શકય તેટલાં પક્ષી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org