________________
૨૨૮ માટે તે ખાસક નથી, ખાદ્ય પદાર્થો છે, પણ પૌષ્ટિક પદાર્થો નથી.'
હવે પરિસ્થિતિ એ છે કે જે માણસ દારૂ પીતાં પકડાય અને રાતિ તેને નાત બહાર કરે તે જ્ઞાતિ બહાર મૂકનાર પટેલને જેલની સજા થાય પણ સરકારી કાયદાનો ભંગ કરીને દારૂ પીતાં, વેચતાં કે બનાવતાં પકડાય તો માત્ર સાધારણ દંડની સજા થાય. આમ ધીમે ધીમે પ્રજાની માનસિક સ્થિતિ પલટાઈને પરદેશ પરસ્ત બનતી ગઈ. સમાજ ઉપર અંગ્રેજોને અંકુશ આવી ગયે.
' યુરોપિયને અહીં આવ્યા ત્યારે તેમની પાસે કે તેમના પાદરીઓ પાસે પણ ચારિત્ર્ય ન હતું, કે તેમના ધર્મગ્રંથોમાં ધર્મનાં ગૂઢ રહસ્ય કે પવિત્ર દર્શન ન હતાં. સોળમી-સત્તરમી સદીના અંગ્રેજોનું જંગલી જીવન
જે લોકો આપણને જંગલી ગણાવીને આપણને કેળવવાને અને પ્રગતિને પંથે લઈ જવાને દંભ સેવતા હતા, તેઓ સેળમી અને સત્તરમી સદીમાં (એ સમયને ભારતને સુવર્ણ યુગ કહે છે) કેવા હતા તે વિષે પ્રસિદ્ધ ઇતિહાસકાર ટેકર નીચે મુજબ લખે છે : - ગામડાઓમાં તેઓ બરુની ઝૂંપડીમાં રહેતા. અગ્નિ માટે ઘાસ સળગાવતા. ધુમાડે જવા માટે ચૂંપડીમાં કોઈ સ્થાન ન હતું. રસ્તાઓ ઉપર ડાકુઓ અને નદીમાં ચાંચિયા ફરતા. મહામારી અને ગરીબીને લીધે વસ્તી ઓછી થતી હતી.
શહેરના લેકેની પણ એવી જ હાલત હતી. સૂવા માટે તેઓ ભૂસા ભરેલા કોથળા વાપરતા. ગરીબ માટે વૈદકીય સારવાર ન હતી. ઠંડીથી બચવા શ્રીમંતો ચામડીનાં કપડાં પહેરતા, ગરીબ હાથપગ ઉપર ઘાસની પૂળીએ વીંટતા. લેકની પથારીમાં અને કપડાંમાં
જૂ હતી.
આખા યુરોપમાં ગરમીને રોગ મટા પ્રમાણમાં ફેલાયેલ હતો. તેથી એમ માની શકાય કે દુરાચાર વ્યાપક પ્રમાણમાં હશે. તે સમયના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org