________________
૨૧૨ સંસ્થાને આપણે બદલી નાખી છે, તેમના ધર્મના પવિત્રતમ નિયમની આપણે અવગણના કરી છે. તેમનાં મંદિરની જમીન આપણે જપ્ત કરી છે. આપણા સંસ્કારી ઉલેમાં તેમને કાકર કહીને તેમને કલંકિત બનાવ્યા છે, તેમના દેશી રાજાઓનાં રાજ્ય આપણે જપ્ત કર્યા છે અને એ રાજવીઓના અમીર ઉમરાવની જાગી જપ્ત કરી છે.
આપણી લૂંટફાટથી દેશને બરબાદ કર્યો છે અને તેને સતાવી સતાવીને તેમની પાસેથી મહેસૂલ વસૂલ કર્યું છે. આપણે દુનિયાના પ્રાચીન ઉચ્ચ કુટુંબનો નાશ કર્યો છે અથવા તેમને હલકાં પાઈને અસ્પૃશ્ય જેવાં બનાવી દીધાં છે.” અંગેજી જુલમી નીતિની હિંદી આવૃત્તિ
ઉપર જે વર્ણન માલ્કમ લૂઈને કર્યું છે તે જ જુલમ આજની પ્રજા ઉપર પણ ઠોકી બેસાડવામાં નથી આવ્યું? તફાવત માત્ર એટલે જ છે કે કેટસે વરસ પહેલાં એ જુલમ આચરનારા પરદેશીઓ હતા. આજના આચરનારા એ પરદેશીઓએ તૈયાર કરેલા તેમના હિંદી શિષ્ય, છે. પ્રજાની જુદી જ રીતરસમ વડે લૂંટ, અને તેમના ધર્મ અને સંસ્કૃતિના ઉછેદનું કાર્ય તે કદાચ વધુ ઝડપી રીતે ચાલુ છે. ફરક
એટલે પડે છે કે તે સમયની પ્રજાએ પરદેશી જુલમ સામે બળ પિકા. આજે એ જુલમથી કદાચ વધુ આકરો જુલમ પ્રજા નિસહાય બનીને લાચારીથી સહન કરે છે. પ્રજાનું ખમીર ચક્કસ નીતિ વડે તેડી પાડવામાં આવ્યું છે. અને તે રાષ્ટ્રની સ્વાધીનતા માટે કદીક ખતરનાક પણ નીવડે.
પ્રદેશ, સમાજ, અર્થશાસ્ત્ર અને અંતે ધર્માન્તર એ ચારે પ્રવૃત્તિઓને એકસાથે આગળ ધપાવવા મથતા અને વિશાળ પ્રદેશ, કબજે કર્યા પછી બાકીના ત્રણ કાર્યોને આગળ ધપાવવા ઉતાવળા થયા.. તેમણે લશ્કરી સિપાહીઓને ફડવાની બંદુકેના કારતૂસ, જે મઢાથી તેડવાના હોય છે તેના ઉપર કોપરેલ તેલને બદલે ગાય અને સ્વરની ચરબી લગાડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org