________________
२०४
આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં અંકુશ જમાવવા કરવા માગતા હતા, જેની ચર્ચા આગળ આવશે.
ભારતવાસીઓને ઈસાઈ બનાવવા અંગ્રેજી અફસરે રોચમાં પ્રચાર કરવા લાગ્યા. અંગ્રેજ નીતિને ભારતની પ્રજા ખ્રિસ્તી બની જાય તેમાં જ પિતાના રાજ્યની સ્થિરતા દેખાતી - ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધ્યક્ષ મેગસે ઈ. સ. ૧૮૫૭માં પાર્લામેન્ટમાં કહ્યું કે પરમાત્માએ ભારતનું વિશાળ સામ્રાજય ઈગ્લેન્ડને સેપ્યું છે તે એટલા માટે કે ભારતના એક છેડાથી બીજા છેડા સુધી ઈસાઈ ધર્મ ફેલાઈ જાય. આપણે દરેકે આ કાર્ય માટે આપણી તમામ શક્તિ ખરચવી જોઈએ, જેથી આખા ભારતને ખ્રિસ્તી બનાવવામાં કોઈ ઢીલ ન થાય.
રેવન્ડ કેનેડી નામના એક અંગ્રેજે લખ્યું છે કે, “આપણા ઉપર ગમે તેટલી આફત આવે તે પણ ભારતમાં જ્યાં સુધી આપણું રાજય છે ત્યાં સુધી ખ્રિસ્તી ધર્મને ત્યાં પ્રચાર કર એ આપણું મુખ્ય કર્તવ્ય છે. જયાં સુધી કન્યાકુમારીથી હિમાલય સુધીના તમામ પ્રદેશની પ્રજા ખ્રિસ્તી ધર્મ ન સ્વીકારે અને વેદધર્મ તેમ જ ઈસ્લામનો નિંદા કરવા ન લાગે ત્યાં સુધી આપણે આપણા પ્રયત્નો ચાલુ રાખવા સેઇએ. આ કાર્ય માટે આપણે જેટલા પ્રયત્ન કરી શકીએ તે તમામ પ્રયત્નો કરવા જોઈએ તેમ જ આપણા હાથમાં જેટલી સત્તા છે અને એટલે અધિકાર છે તે તમામને આપણે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ઉપયોગ કરવે જોઈએ.' - લોર્ડ મેકલેએ જે કેળવણીનું માળખું આપણા માટે ઘવ્યું તેમાં તેને મૂળ ઉદ્દેશ આ મહાન પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો અને રહેણીકરણ, ખાણીપીણી, વિચાશ્રેણી, તમામને અંગ્રેજી સંસ્કૃતિની અક્ષરી રંગ દેવાના હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org