________________
૧૭
શહેરામાં ઘસડાઈ જવા લાગી અને આઠ કે દસ મહિને દૂધ દેતી બંધ થાય એટલે કતલખાને કપાવા લાગી.
આમ હવે પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહાર એ ત્રણે સ્થળે એ. ઘાસચારે અને પાણીની ઉત્તમ સગવડ છતાંપણ પશુધન તદ્દન પાંગળું અને નિકૃષ્ટ બની ગયું છે. ઉત્તરપ્રદેશ જ્યાં દૂધની છોળો ઊડતી ત્યાં દૂધ અદશ્ય થયું છે, દારૂ અને મીઠાં પણ પુષ્કળ મળે છે.
આપણા દેશમાં નીચે મુજબ પ્રદેશવાર મુખ્ય ખેરાક છે. કા. હજારો વર્ષથી એ ખેરાક ખાતા આવ્યા છે. એ ખોરાકથી ટેવાયેલાં. છે. ત્યાંના હવામાન તેમજ જમીનને એ અનાજ અનુકૂળ હેવાથી ઘઉ કરતાં તે અનાજોનું ઉત્પાદન પણ એકર દીઠ વધુ હોય છે. - ઘઉંને એકર દીઠ પાક બીજા ખરીફ અનાજ કરતાં સરેરાશ વધારે નથી. માત્ર ગંગાના ખીણ પ્રદેશમાં કે પંજાબની નહેરોના. પ્રદેશના ૩૦ ટકા જમીનમાં ઘઉને મોટે પાક ઉતરે છે. પણ તે તે અપવાદરૂપ છે. એ ઘઉં પ્રમાણમાં સૂકી જમીનમાં ઉગાડાયેલાં ઘઉં કરતાં હલકી જાતના એટલે કે સ્વાદ અને પિષણમાં ઉતરતી કક્ષાના છે. . (હેન્ડબુક એફ એગ્રિકલ્ચર, ઈકાર પ્રકાશન ત્રીજી આવૃત્તિ) આ ઘઉંનું અનાર્થિક પાસુ. - ઘઉંની અનાર્થિક બાજુ પણ છે તે દરેક પ્રદેશમાં ત્યાંના સ્થાનિક ખરીફ અનાજ જેટલે પાક દર એકરે નથી આપતાં. કદાચ આપે તે. પણ તેનું બિયારણ એટલું વધારે નાંખવું પડે છે કે વધુ પાકના. લાભને છેદ ઊડી જાય છે.
બીજા અનાજનું બિયારણ એકરે ૪ થી ૧૦ પાઉન્ડ એટલે કે સરેરાશ ૭ પાઉન્ડ (આશરે ત્રણ થિી કંઈક વધારે) જોઈએ, જ્યારે. ઘઉંમાં જમીન પ્રમાણે ઓછામાં ઓછું એકરે ૧૮ કિલે અને વધુમાં વધુ ૭૨ કિલે જોઈએ છે.
બીજા અનાજ એકરે બિયારણ કરતાં ૩૫ થી ૨૮૦ ગણા ઊતરે છે, ત્યારે ઘઉં બિયારણ કરતા સરેરાશ સાડા નવ ગણ માત્ર ઊતરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org