________________
જિંદગી પૂરી કરવી. એ શું જીવન છે? આતે એક જાતની ગુલામી જ છે. જે દેશમાં સ્ત્રીઓ આવી ગુલામી દશામાં આવતી હોય તે દેશ ઊંચે કેમ આવે?”
હિંદુધર્મ, રીતરીવાજો અને સંસ્કૃતિથી અનભિજ્ઞ બની ગએલી . અને અંગ્રેજોથી પ્રભાવિત થઈ ગયેલી, અંગ્રેજી કેળવણી લેતી નવી પેઢીને ખાતરી થઈ ગઈ કે અંગ્રેજોના ઉત્કર્ષનું કારણ તેમણે તેમની સ્ત્રીઓને આપેલે રછાચાર જ છે. હકીકતમાં તે દિવસે પિતાની અને બીજાની પત્નીઓને પણ બગલમાં લઈને ફરતા અંગ્રેજો રાતે દારૂ પીને પિતાની પત્નીઓને હંટરથી ફટકારતા અને તેમના બંગલાએ આસપાસનું વાતાવરણ અગ્રેજ સ્ત્રીઓના કરૂણ ચિત્કારથી છવાઈ જતું.
તેમની પાસે સંસ્કૃતિ જેવું તે કઈ હતું જ નહિધર્મવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, કુટુંબવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ વગેરેનું જે સંકલન હિંદુપ્રજામાં હતું તે યુરોપીય પ્રજામાં હતું જ નહિ,
તેમણે જે કાંઈ સિદ્ધિઓ ભારતમાં મેળવી હતી તે માત્ર ભારતીય રાજવીઓના ઔદાર્ય, પ્રમાણિકતા, વચનપાલનને આગ્રહ, વગેરેને લાભ લઈને દગા-ફટકા, છળપ્રપંચ અને સત્તા મેળવ્યા પછી ગુજારેલા અમાનુષી જુ વડે મેળવી હતી.
- પરંતુ ભારતની નવી પેઢીને એક વર્ષ સુધી અશિક્ષિત અને અજ્ઞાન રાખીને તેમને તેમના પૂર્વજોના વિદ્યા સંસ્કાર, પરાક્રમ ચારિત્ર્ય શીલતા, વગેરે ભુલાવી દઈને અંગ્રેજોએ પિતાના પ્રભાવથી આપણને આંજી નાખ્યા હતા. જેથી તેમને અંગ્રેજી રક્ષણું અને પિતાની જાતનું અંગ્રેજીકરણ કરી નાખવામાં પોતાને ઉદય દેખાવા લાગ્યા. આ અસાધારણ જવાબદારીઓ ઉપાડતી ભારતીય નારી.
હિંદુ આ રસોડામાં ગોંધાયેલી ન હતી. તે બહાર જતી. પિતાના કુટુંબીજને માટે જલાશથી પાણી ભરી લાવતી. ઘરનાં પશુઓની અને બાળકોની તેમજ વડીલની સંભાળ રાખતી. પાડોશીઓને ત્યાં સારા માઠાં પ્રસંગોએ મદદે પહોંચી જતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org