________________
૧૧૮ જ રસોઈ કરવા પાછળની ભાવના
ચૂલાની એટલે કે રઈ કરવાની ક્રિયા પાછળ હિંદુ સંસ્કૃતિમાં એક અતિ ઉચ્ચ ભાવના રહેલી છે. બીજાને જમાડવાની, બીજાની ભૂખ શાંત કરવાની, જમાડીને જ સંતેષ પમાડી શકાય. બીજા કેઈ કાર્યથી મનુષ્યને સંતોષ થતો નથી. મનુષ્યને તેની મનપસંદ ચીજ ગમે તેટલી આપે તે પણ તેને તેથી સંતેષ નહિ થાય. તેને તે વધારે મેળવવાની લાલસા જાગ્રત થશે. ફક્ત અન્ન એક એવી ચીજ છે જેનાથી મનુષ્યને સંતોષ થાય છે.
સારી રીતે બનાવેલી રસેઈ જમતા ખૂબ આનંદ આવે છે, જમ્યાં પછી ખૂબ સંતોષ થાય છે, જમાડનાર પ્રત્યે શુભ લાગણી પેદા થાય છે.
પેટ ભરીને જમ્યા પછી વધુ જમવાની મનુષ્યને ઈચ્છા થતી નથી, એ તૃપ્ત થઈ જાય છે. પરંતુ એ તૃપ્તિ, એ આનંદ ત્યારે જ મળે જ્યારે રસેઈ કરનારને જમાડવાને અંતરને ઉમંગ હોય છે.'
આર્ય નારીમાં હંમેશાં એ ભાવના રહેતી કે, “મારા પતિ હમણાં થાકીને બહારથી આવશે. તેને અમુક રસેઈભાવે છે તે બનાવું. - “મારે પુત્ર હમણાં નિશાળેથી આવશે. તે ભૂખે થયે હશે અમુક ચીજ તેને માટે બનાવું તે તે ખૂબ આનંદથી ખાશે.
મારા સાસુસસરાને અમુક જાતની રઈ જ ફાવશે કારણ કે તેમને દાંત નથી, માટે તેમના માટે તેઓ ખાઈ શકે એવી રસોઈ બનાવું.”
આમ ઘરની દરેક વ્યક્તિની પસંદગીની ચીજ ધ્યાનમાં રાખીને કુટુંબીજનોને ઉમંગથી જમાડવાની ભાવના આર્યસ્ત્રીઓના મનમાં રહેતી. એના શુભ પ્રત્યાઘાત આખા કુટુંબ પર પડતા. દરેકને એકબીજાને ગમતું કરવાની, એકબીજાને મદદરૂપ થવાની અભિલાષા જાગ્રત રહેતી.. * અંગ્રેજી શિક્ષણે બદલાવેલી ભાવના T અંગ્રેજો આવ્યા. પિતાની સત્તા સ્થાપી, અને એક વર્ષ સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org